રસોઈ ટિપ્સ

* વેજ સુશી રોલ એ જાપાનીઝ વાનગી છે. લગ્નપ્રસંગોમાં આ વાનગીને મેનુમાં સમાવવાનો લેટેસ્ટ ટ્રેન્ડ છે.

* પાઈનેપલ જલેબીની માફક એ જ રીતથી એપલ જલેબી બનાવી શકાય.

* વેજ સુશી રોલમાં એક્સ્ટ્રા વેજિટેબલ્સ જે તમને ભાવતા હોય તે ઉમેરી શકો છો.

* નરમ ઢોકળાં બનાવવા માટે સૌ પ્રથમ ખીરું વધુ નરમ કે વધુ ગાઢ ન બનાવવું અને સોડાનો ઉપયોગ પણ યોગ્ય પ્રમાણમાં જ કરવો .

* ઘરે બનાવેલા ઘીમાં બે-ત્રણ ગ્રામ મીઠું નાખવાથી તે લાંબા સમય સુધી સારું રહે છે.

* ૧ કિલો ચોખામાં ૫ ગ્રામ ફુદીનાનો પાઉડર મિક્સ કરવાથી એમાં જીવાત (ખાસ તો ધનેડાં અને સફેદ ઇયળ)  પડવાની શક્યતા ઘટી જાય છે.

* મરચાં પાઉડરમાં થોડા પ્રમાણમાં હિંગ ભેળવવાથી આખું વર્ષ મરચાં પાઉડરનો રંગ તથા સ્વાદ બંને યથાવત્ રહે છે.

* મેથીની કડવાશ દૂર કરવા કે ઓછી કરવા માટે મેથીમાં થોડું મીઠું નાખી થોડી વાર રાખી મૂકવી.

* ફલાવરનું શાક રાંધી લીધા બાદ તેનો રંગ છોડી દે છે. ફલાવરનો મૂળ રંગ જાળવી રાખવા માટે તેને રાંધતી વખતે તેમાં એક ટી સ્પૂન દૂધ અથવા વિનેગર નાખવાથી મૂળ રંગ જળવાઈ રહેશે.

* કોઈ પણ દાળને રાંધતી વખતે તેમાં તેલનાં ત્રણથી ચાર ટીપાં અને એક ચપટી હળદર નાખવાથી દાળ જલદી ચઢી જશે અને તેનો સ્વાદ પણ વધુ સારો આવશે.

* બદામને ૧૫થી ૨૦ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવાથી તેની છાલ સહેલાઈથી નીકળી જશે.

You might also like