લાલકૃષ્ણ અડવાણીનાં કાફલાને લઇ જવામાં મોટી ભૂલ, સર્કિટ હાઉસને બદલે લઇ જવાયો રાજભવન

ગાંધીનગરઃ “જવું હતું હરિદ્વાર અને પહોંચી ગયાં હરિયાણા” જેવો ઘાટ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે થયો છે. અડવાણીનાં કાફલાને એરપોર્ટથી સર્કિટ હાઉસ લઈ જવાને બદલે ભૂલથી રાજભવન લઈ જવાતાં ઉચ્ચ અધિકારીઓએ ઈન્ચાર્જ અધિકારીનો ઉધડો લઇ લીધો છે.

કાફલાનાં ઈન્ચાર્જ પી.આઈની ભૂલથી અડવાણીનો કાફલો રાજભવન સુધી પહોંચી ગયો હતો. હાલ આ અંગે એસ.પી ઓફિસ અને કંટ્રોલ રૂમમાં ભૂલની મૌખિક ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ભાજપનાં વરિષ્ઠ નેતા અને ગાંધીનગરથી સાંસદ લાલકૃષ્ણ અડવાણી અમદાવાદ આવી પહોંચ્યાં છે. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર આગમન થતાં આ બંન્ને નેતાઓનું ભાજપનાં પદ્દાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જો કે તેઓમાંથી લાલકૃષ્ણ અડવાણીનાં કાફલાને એરપોર્ટથી સર્કિટ હાઉસ લઇ જવાનો હતો ત્યારે અડવાણીનાં કાફલાને ભૂલથી રાજભવન લઇ જવાયો. જેને લઇને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાફલાનાં ઇન્ચાર્જ પી.આઇનો ઉધડો લઇ લેવાયો છે. તેમજ આ મામલે એસ.પી ઓફિસ અને કંટ્રોલ રૂમમાં ભૂલની મૌખિક ફરિયાદ પણ નોંધાઇ છે.

You might also like