ભાજપની સરકાર સંવેદશન શીલ, ગુજરાતમાં આવી પરિવર્તનની લહેર: અમિત શાહ

વ્યારાઃ દક્ષિણ ગુજરાત બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું અહીં અભિવાદન કરવામાં આવ્યું હતું. સીએમ વિજય રૂપાણીએ બુથ કાર્યકર્તા સંમેલનમાં પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ સંવેદનશીલ સરકાર છે. તે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી છે. ભાજપ સરકારના ચાર પાયા છે. ભ્રષ્ટાચાર નાબુત કરવાનો પ્રથમ પાયો છે. અમે પ્રજાના કામોને પહેલાં પ્રાધાન્ય આપીએ છીએ. લોકોને મુશ્કેલી ન પડે તેની સરકારને ચિંતા છે. સામાન્ય માનવી સુધી સુવિધા પહોંચાડવા અમે કટિબ્ધ છીએ. ભાજપ માત્ર ચૂંટણી પર કામ કરતું સંગઠન નથી. છેવાડાના માનવિ સુધી વિકાસના કામો પહોંચાડવાનું કામ કર્યું છે.

તો રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે આગામી ચૂંટણીમાં નવા સીએમ રૂપાણી જ રહેશે તેવા સંકેતો આપ્યા છે.  કોંગ્રેસ પર વાર કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું  હતું કે 1995થી કોંગ્રેસ ગુજરાતમાં ખાતુ ખોલી શકી નથી. કોંગ્રેસ ગુજરાતમાં સત્તાનું સ્વપ્ન જોઇ રહી છે. પણ ગુજરાતનું સંગઠન દેશભરમાં આદર્શ સંગઠન છે. આ પરંપરાને આપણે આગળ વધારવાની છે.વર્ષ 2017માં વિજય રૂપાણીની જ સરકાર બનશે. હાલ દેશમાં 13 રાજ્ય સરકાર ભાજપની સરકાર છે.

ભાજપની વિચારધારા કાર્યકર્તાઓના આધાર પર ચાલે છે. દેશમાં પરિવર્તનના લહેરની શરૂઆત ગુજરાતથી થઇ હતી. ભાજપે ગુજરાતને કરફ્યુ મુક્ત ગુજરાત બનાવ્યું છે. કોંગ્રેસે ગુજરાતને કરફ્યુંની  આગમાં ઘકલ્યું હતું. ભાજપે ગુજરાતને 24 કલાક વિજળી આપી છે. વર્ષ 2012માં 2014નો વિજય પાયો નાખ્યો હતો. ત્યારે ફરી વર્ષ 2017માં 2019નો વિજય પાયો નંખાશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ત્રીજા તો હરિયાણામાં ચોથા સ્થાને આવી ગઇ છે. યુપીએ સરકારમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. ભાજપે ગુજરાતને દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય બનાવ્યું. ગુજરાતનું સંગઠન દેશભરમાં આદર્શ સંગઠન છે.

 

 

You might also like