વાઘેલાના CM ઉમેદવારના પોસ્ટર ફરતા થયા, સર્જાયો વિવાદ

અમદાવાદઃ ગુજરાતના વડોદરામાં કોંગ્રેસ નેતા શંકર સિંહ વાઘેલાના મુખ્યમંત્રી પદની દાવેદારી વાળા પોસ્ટરો ફરતા થયા છે. ત્યારે આ પોસ્ટરને લઇને કોંગ્રેસમાં જ અંદરો અંદર વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે તેઓ કોઇ પણ રીતે આ રેસમાં શામલ નથી. આ રીતના પોસ્ટર માટે તેમણે ભાજપને જવાબદાર ગણ્યા છે. ગુજરાતીમાં ભાષામાં આ રીતના પોસ્ટર મંગળવારથી ફરતા થયા છે.

જેમાં લખવામાં આવ્યું છે કે જય જય ગરવી ગુજરાત. ભાજપ હોય કે કોંગ્રેસ 2017 ગુજરાત વિધાનસભામાં બાપુની જ સરકાર બનશે.  સૌના વિકાસ માટે બાપુની સરકાર. શુભચિંતક ગુજરાતી હોવાનો ગર્વ છે. આ રીતનું લખાણ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસને શંકા છે કે ભાજપનો આ રીતના પોસ્ટર તૈયાર કરવામાં હાથ છે. વડોદરાથી કોંગ્રેસ નેતાએ જણાવ્યું છે કે આતંરીક તપાસ કરતા જાણવા મળ્યું છે કે એક કોન્ટ્રાક્ટરે શહેરમાં 7 જગ્યાએ આ રીતના હોડિંગ લગાવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like