વિવાદો વચ્ચે ફસાઇ એડલ્ટ કોમેડી ફિલ્મ ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’

નવી દિલ્હી: એડલ્ટ કોમેડી ફિલ્મ ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ આજે થિયેટરસમાં રિલીઝ થઇ ઘઇ છે. આ સાથે જ વિવાદોથી ઘેરાઇ ગઇ છે. અભિનેતા શાઇની આહૂજાએ ફિલ્મ ગ્રેટ ગ્રેન્ડ મસ્તીમાં નોકરાણીનું નામ શાઇની હોવા પર વાંધો ઉઠાયો છે. શાઇનીએ બોલીવુડ હંગામામાં છુપાયેલી રિપોર્ટના આધાર પર પોતાનો કેસ ફાઇલ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં સોનાલી રાઉતએ એક નોકરાણીનું પાત્ર નિભાવ્યું છે. જેનું નામ શાઇની છે.

સમાચારોના પ્રમાણે શાઇનીએ પોતાની ફરિયાદમાં એવી માંગણી કરી છે કે ફિલ્મમાં શાઇની નામની તે નોકરાણીના દરેક સીન કાપવામાં આવે સાથે સાથે એક માફી પત્ર પણ લખવામાં આવે. આ બાબતે આ અભિનેતાએ પ્રોડ્યૂસર બાલાજી મોશન પિક્ચર, એક્તા કપૂર, જિતેન્દ્ર, મારૂતિ ઇન્ટરનેશનલ અને ડાયરેક્ટર ઇન્દ્ર કુમારની વિરુદ્ધ ક્સ દાખલ કર્યો છે.

રિલીઝના ત્રણ દિવસ પહેલા આ ફિલ્મનું નવું ગીત ‘લિપસ્ટિક લગા કે’ રિલીઝ કરવામાં આવ્યું છે જેને સોનાલી રાઉત પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ઇન્દ્ર કુમાર દ્વારા ફિલ્મ ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ મસ્તી સ્કિવલની ત્રીજી ફિલ્મ છે.

You might also like