માલધારીઓ અને મિલ માલિક વચ્ચે તકરાર: તલવારથી હુમલામાં એકનું મોત, ત્રણ ગંભીર

બોટાદ જિલ્લાના રાણપુરમાં નજીવી બાબતે માલધારીઓ અને એક મિલમાલિક વચ્ચે જોરદાર તકરાર થતાં તલવારથી થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રહેતા અમલદાર કોટન મિલના માલિકના બંગલા પાસે એક અસ્થિર મગજન યુવાને લઘુશંકા કરતા ઉપરોક્ત મિલ માલિક તેને જોઇ ગયા હતા અને આ અસ્થિર મગજના યુવાનને બોલાવી ઢોરમાર માર્યો હતો.

આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી. માલધારી સમાજના લોકોને જાણ થતા લોકોનાં ટોળા ભેગાં થઇ ગયા હતા અને મિલ માલિકના બંગલા પર ધસી ગયા હતા. ઉશ્કેરાયેલા મિલ માલિકે ઉગ્ર ઝઘડા બાદ તલવારથી હુમલો કરતા માલધારી સમાજના ગગજીભાઇનું ગંભીર ઇજા થતા મોત થયું હતું જ્યારે ત્રણને ગંભીર ઇજા થઇ હતી.

માલધારી સમાજના લોકોએ નાસી ગયેલા મિલમાલિક ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાની ઇનકાર કરતા તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.

You might also like