બેશરમ પાકિસ્તાનઃ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું, ભારતનો વળતો જવાબ

(એજન્સી) શ્રીનગર: ગઇ કાલ સાંજના ૭-૦૦ વાગ્યાની આસપાસ પાકિસ્તાનના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણરેખા પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં નાના હથિયારોથી ગોળીબાર શરૂ કરાયો છે. આ કાર્યવાહી કોઇ પણ ઉશ્કેરણી વગર કરવામાં આવી છે. આ માહિતી રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આપી છે.

પ્રવકતાએ જણાવ્યું કે સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે. આ ઘટનામાં કોઇ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર આવ્યા નથી. આ પહેલાં ૧૧ ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જ્યારે ૭ ફેબ્રુઆરીએ આ જ રીતે ગોળીબારમાં રાજૌરી જિલ્લામાં એક જવાન ઘાયલ થયો હતો.

રાજૌરી ઉપરાંત પુંચના વિવિધ વિસ્તારમાં ગયા બે અઠવાડિયાંમંા પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું. જાન્યુઆરીથી અત્યાર સુધી વિવિધ ભાગમાં સંઘર્ષ વિરામની ૧૦થી વધુ ઘટનાને અંજામ આપી ચૂક્યું છે. બોર્ડર પર વ્યાપેલા તણાવને જોતાં ર૬ જાન્યુઆરીએ પણ મીઠાઇનું આદાન-પ્રદાન થયું નહોતું. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના ૪૪ જવાન શહીદ થયા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરોધી લહેર છે.

divyesh

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

18 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

18 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

18 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

18 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

18 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

19 hours ago