શિવસેનાએ વારાણસીમાં લગાવ્યા વિવાદાસ્પદ પોસ્ટર

વારાણસી: વારાણસીમાં એક વિવાદાસ્પદ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. દરેક જગ્યા પર જોવા મળતાં આ પોસ્ટરમાં નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામના રૂપમાં અને પાકિસ્તાન નવાઝ શરીફને રાવણના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. સાથે સાથે આ સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતી માંગનારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાકિસ્તાનના સમર્થક કહેતા મેઘનાદના રૂપમાં દેખાડવામાં આવ્યા છે.

આ પોસ્ટરની ખાસ વાત એ છે કે ભાજપે નહીં પણ તેની સહયોગી પાર્ટી શિવસેનાએ લગાવ્યા છે. શિવસેના તરફથી આ પોસ્ટર વારાણસીના મોટાભાગના વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે. આ પહેલા પશ્વિમિ યૂપીમાં ઘણી જગ્યાઓ પર એક હોર્ડિગ લગાવવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બીજા મોટા ભાજપના નેતાઓના પણ ફોટા હતા અને સર્જિકલ સ્ટ્રાઇક માટે કેન્દ્ર સરકારની સાથે ભારતીય સેનાને પણ શુભેચ્છા પાઠવી હતી. સાથે પાકિસ્તાન પર ફરીથી પ્રહારો કરવાની ચેતાવણી પણ હતી.

કહેવાય છે કે ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી દેશભરમાં વખાણ થઇ રહ્યા છે. વિપક્ષના લોકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. એવામાં તેના રાજનિતીક લાભ લેવાના પ્રયત્ન પણ શરૂ થઇ ગયા છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશમાં ઠેર ઠેર હોર્ડિંગ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.

You might also like