અલાહાબાદમાં માયાવાતીને શૂર્પણખા અને દયાશંકરની પત્નીને દુર્ગા કહેતા લાગ્યા પોસ્ટર

અલાહાબાદ: ઉત્તર પ્રદેશમાં આજકાલ પોસ્ટર યુદ્ધ શરૂ થઇ ગયું છે. તમામ મુદ્દા પર પોસ્ટર દ્વારા નેતાઓ એકબીજા પર નિશાન ટાંકતા જોવા મળી રહ્યા છે. યૂપીની નગરી અલાહાબાદમાં પણ એક આવું જ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં બસપા પર નિસાન સાંધતા માયાવતીને શૂર્પણખા અને ભાજપના દયાશંકરની પત્નીને સ્વાતી સિંહને દુર્ગા કહેવામાં આવ્યું છે.

અલાહાબાદના સિવિલ લાઇનમાં લાગેલા આ પોસ્ટરમાં લખેલું છે કે બેટીના સમ્માનમાં સમાજ ઉતર્યું મેદાનમાં. આ પોસ્ટર આરક્ષણ મુક્ત મહાસંગ્રામ નામના એક સંગઠનની તરફથીઅનુરાગ શુક્લાનામના વિદ્યાર્થી નેતાએ લગાવ્યું છે. આ પોસ્ટરમાં માયાવતી, નસીમુદ્દીન સિદ્દીકી પૂર્વ બસપા નેતા સ્વામી પ્રસાદ મોર્ય પર નિશાન સાધવામાં આવ્યું છે.

આ પોસ્ટરમાં માયાવતી વિરુદ્ધઅભદ્ર શબ્દોનો પ્રયોગ કરનાર ભાજપના પૂર્વ નેતા દયાશંકરને લક્ષ્મણ કહેવામાં આવ્યા છે અને તેમની પત્ની સ્વાતી સિંગને દુર્ગા કહેવામાં આવી છે અને યૂપીના ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદમોર્યને રામ કહેવામાં આવ્યો છે.

પોસ્ટર દ્વારા માયાવતી પર નિશાન સાધતા તેને શૂર્પણખા કહેવામાં આવ્યું છે અને બસપાના નેતા નસીમુદ્દીન સિદ્દીકીને રાવણ કહેવામાં આવ્યો છે. બસપાના પૂર્વ નેતા સ્વામી પ્રસાદને પોસ્ટરમાં વિભીષણ કહેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ભાજપના વખામ કરવામાં આવ્યા છે. આ પરથી ક્યાંય ક ને ક્યાંયક એવું સાબિત થાય છે કે પોસ્ટર ભાજપના સમર્થકોએ લગાવ્યું છે.

You might also like