“પદ્માવતી” ફિલ્મને લઇ સેન્સર બોર્ડ દ્વારા ફરી ઝટકો

ચારે બાજુથી વિવાદોમાં ઘેરાવા બાદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ “પદ્માવતી”નું રિલીઝ થવું એ અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવ્યું હતું. તેમ છતાં આ ફિલ્મ સાથે જોડાયેલ બબાલ થમવાનું નામ નથી લેતું. રાજપૂત સંગઠનોનાં વિરોધ બાદ હવે સેન્સર બોર્ડમાંથી પણ “પદ્માવતી”ને ઝટકો મળતો જોવા મળી રહ્યો છે.

ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળવામાં હજી વધારે સમય લાગી શકે છે. એવું એટલા માટે કેમ કે બોર્ડે ફિલ્મને એક વાર ફરીથી વગર પાસ કરે પરત કરી દીધેલ છે. બોર્ડથી જોડાયેલ સૂત્રોનું માનીએ તો ખરેખર આ સપ્તાહમાં બોર્ડ ફિલ્મને જોવાનાં હતાં. રંતુ એવું શું થયું કે “પદ્માવતી” ફિલ્મને ઝટકો લાગ્યો.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર નવા વિવાદનું કારણ ડિસ્ક્લેમર છે કે જેની રજૂઆત ફિલ્મનાં પ્રોડ્યૂસર્સે એપ્લીકેશનમાં કરવામાં આવેલ છે. આનાં કારણે અનેક નવા સવાલો ઊભા થઇ ગયાં છે. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે,”અમે વધારે વિવરણનો ખુલાસો નહીં કરી શકીએ.”

તમને જણાવી દઇએ કે આ કોઇ પહેલો એવો મોકો નથી કે જ્યારે સેન્સર બોર્ડે ફિલ્મ “પદ્માવતી”ને વગર પાસ કરેલ પરત લોટાયેલ છે. બીજી બાજુ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહીત અનેક રાજ્યોએ આ ફિલ્મને પોતાના રાજ્યમાં ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. શાહિદ કપૂર, રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ જેવાં કલાકારોથી બનેલ આ ફિલ્મનાં દરેક ચાહકો તેની ઘણી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

You might also like