ધો.8નાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી વિવાદાસ્પદ વાક્ય હટાવાયું

ધોરણ 8નાં ગુજરાતીનાં પાઠયપુસ્તકમાંથી વિવાદાસ્પદ વાક્ય હટાવવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ક્ષત્રિય સભાએ આ વાક્યનો વિરોધ કરતા પાઠયપુસ્તક મંડળને વિશેષ રજૂઆત કરી હતી. જે બાદ પાઠય પુસ્તક મંડળ દ્વારા `રાજાઓનાં તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર’ વાક્યને પુસ્તકમાંથી હટાવી લેવામાં આવ્યું છે.

માત્ર પુસ્તકમાંથી જ નહીં પરંતુ મંડળની વેબસાઈટ પર અપલોડ કરાયેલાં પાઠયપુસ્તકમાંથી પણ હટાવી લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ પાઠયપુસ્તકને GCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ધો.8નાં ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકમાં વિવાદાસ્પદ વાક્ય લખવામાં આવ્યું હતું. જેમાં `રાજાઓનાં તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર’ વાક્ય લખવામાં આવ્યું હતું કે જેને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

એમાંય ખાસ કરીને ગુજરાત ક્ષત્રિય સભાએ આ વાક્યનો વિરોધ કરતા તેને પાઠ્યપુસ્તકમાંથી તેમજ મંડળની વેબસાઇટ પરથી પણ હટાવી લેવામાં આવ્યું હતું. જેથી વધુ વિવાદ ના સર્જાય. એમાંય GCERT દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે જેથી આ મુદ્દો વધુ ઉગ્ર ન બને તે માટે આ વિવાદાસ્પદ વાક્ય હટાવી લેવામાં આવ્યું હતું.

You might also like