જીએસટીના વિવાદિત મુદ્દો આંતરરાજ્ય ટેક્સ પડતો મુકાય તેવી શક્યતા

નવી દિલ્હી: ચાલુ શિયાળુ સત્રમાં જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પસાર થાય તે માટે સરકારે ભારપૂર્વક કવાયત હાથ ધરી છે, જેને પગલે વિરોધ પક્ષની કેટલીક માગણીઓનો સ્વીકાર થાય તેવી શક્યતા છે. આંતર રાજ્ય ટેક્સ પર એક ટકો ટેક્સ લેવાની વાત હતી. કોંગ્રેસે તેને પડતી મૂકવાની માગ કરી હતી. સરકાર હવે કોંગ્રેસનો સાથ લેવા આંતર રાજ્ય ટેક્સ પર એક ટકો વેરો લેવાની ભલામણ પડતી મૂકે તેવી શક્યતા છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટીથી મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતને ટેક્સની આવક ગુમાવવાની ચિંતા હતી તેથી તેઓને વળતર અપાવવા માટે ઇન્ટર સ્ટેટ વેચાણ પર ટેક્સ નાખવાનો વિચારવામાં આવ્યું હતું.

દરમિયાન મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની પેનલ આજે જીએસટી માટે રિપોર્ટ સોંપી શકે છે, જેમાં જીએસટી રેટ પર ભલામણ કરે. તો બીજી બાજુ સરકાર આ રેટને શક્ય એટલા વાજબી રાખવા પ્રયાસ કરી શકે છે, જેથી જીએસટીની અમલવારીથી ફુગાવો વધવાની શક્યતા ડામી શકાય.

You might also like