કાશ્મીરમાં બુરહાન વાની અને મોદીની વિવાદિત ગેઇમથી વિવાદ

નવી દિલ્હી :  કાશ્મીરમાં છેલ્લાં કેટલાક દિવસથી આતંકી બુરહાન વાની પર બનેલી એક વીડિયો ગેમ ઘણી પોપ્યુલર થઈ રહી છે. આ વીડિયો ગેમમાં બે કેરેકટર છે. પહેલા કેરેકટરનો ચહેરો એન્કાઉન્ટરમાં મારવામાં આવેલા બુરહાન વાની જેવો છે અને બીજા કેરેકટરનો ચહેરો નરેદ્ર મોદી જેવો છે. સ્માર્ટ ફોન દ્વારા આ વીડિયો ગેમ ખૂબ ઝડપથી કાશ્મીરમાં શેર કરવામાં આવી રહી છે. આ વીડિયો ગેમ વિશે પોલીસ અને ગુપ્ત એજન્સીઓ અલર્ટ છે કે કયાંક આ કોઈ ષડયંત્ર તો નથી તે અંગે તપાસ થશે.

આ વીડિયો ગેમ જેટલી ઝડપથી શેર થઈ રહી છે તેને જોતા બુરહાન વાનીની પોપ્યુલારિટીનો પણ અંદાજ મેળવી શકાય છે. આ ગેમમાં બુરહાન જેવું એક કેરેકટર છે જે મોદી જેવા દેખાતા કેરેટર સાથે લડી રહ્યો છે. એટલું જ નહીં બુરહાન તેના માથા ઉપર જે પ્રમાણેનો લીલા રંગનો રૂમાલ બાંધતો હતો તેવો જ રૂમાલ આ કેરેકટરના માથા ઉપર પણ બાંધેલો બતાવવામાં આવ્યો છે. 6 સ્ટેજવાળી આ વીડિયો ગેમમાં બંને કેરેકટર એક બીજા સાથે લડતા દેખાય છે અને અંતમાં જીતનારને આઝાદી મળે છે.

આ વીડિયો ગેમ કોણે બનાવી છે તે વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ગેમ ડાઉનલોડ કરતી વખતે બે કાશ્મીરી યુવાનોની તસવીર કેપ્શન સાથે આવે છે. તેમાં કેરેકટર વિશેની માહિતી આપવામાં આવી છે. ગેમના ક્રેડિટ સેશનમાં એક વ્યક્તિનું નામ પણ આપવામાં આવ્યું છે.

સાઈબર સેલ ઓફિશિયલ્સનું કહેવું છે કે, આ ગેમ વિશે થોડી માહિતી મળી છે. તેમાં જે વ્યક્તિનું નામ ક્રેડિટ સેશનમાં છે તે સાઉથ કાશ્મીરનો છે. બુરહાન VS મોદી ગેમ ગૂગલ પ્લે સ્ટોરમાં નથી. સામાન્ય રીતે મોટા ભાગની ગેમ અહીંથી જ ડાઉનલોડ કરવામાં આવતી હોય છે. કાશ્મીરી યુવાનોમાં આ ગેમ સ્માર્ટફોન દ્વારા ખૂબ ઝડપથી શેર કરવામાં આવી રહી છે.

You might also like