રોડ પર કાળા-ધોળા પટ્ટા ચિતરવાનાં કામમાં પણ કોન્ટ્રાક્ટરોની ‘સિ‌ન્ડિકેટ’

અમદાવાદ: શહેરના રસ્તા પર આડેધડ રીતે બનાવાતા બમ્પ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તો રસ્તા પર ટ્રાફિક સુવિધાના માટે ચિતરાતા કાળા-ધોળા ઝીબ્રાના પટ્ટા, કેટ આઇ, ટ્રાફિક સાઇન બોર્ડ વગેરેના કામમાં જબ્બર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

એક તરફ તંત્ર દ્વારા શહેરના સેપ્ટ વિસ્તારમાં લાલ રંગના પટ્ટાનો ‘પાઇલટ પ્રોજેક્ટ’ હાથ ધરાયો છે બીજી તરફ રાબેતા મુજબના પટ્ટા ચિતરવા સહિતના કામના લાખો રૂપિયાના નવાં નવાં ટેન્ડર મંજૂરી માટે મુકાઇ રહ્યાં છે, તેમાં પણ કોન્ટ્રાક્ટરની સિન્ડિકેટનો દબદબો છે.

રસ્તા પર ટ્રાફિક સુવિધાને લગતી કામગીરી જેવી કે થર્માપ્લા‌િસ્ટક પેઇન્ટ, કેટ આઇ, ટ્રાફિક સાઇન બોર્ડ, કીપ લેફ્ટ બોલાર્ડ, ડાયરેક્શન સાઇન બોર્ડ, એનેમલ પેઇન્ટ, મી‌િડયમ માર્કર, ડેલીનેટર વગેરે લગાવવાની કામગીરી સાથે આંગળીના વેઢે ગણાય તેટલા એટલે કે માત્ર ત્રણ કોન્ટ્રાક્ટર સંકળાયેલા છે.

આ ત્રણ કોન્ટ્રાક્ટર પણ જે તે કામમાં ‘મેળાપીપણું’ કરે છે. આજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટીમાં ઉત્તર ઝોનમાં ટ્રાફિક સુવિધાના કામનું રૂ.૪૪.ર૬ લાખનું સિંગલ ટેન્ડર સૂર્યા વોલ કેર કેમનું મંજૂર કરનાર મ્યુનિસિપલ ટ્રાફિક વિભાગ દ્વારા દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના માટે આ જ કોન્ટ્રાકટરના રૂ.૭૭.૯૪ લાખના સિંગલ ટેન્ડરને લીલી ઝંડી અપાઈને વિવાદ સર્જ્યાે છે.

જાણકાર સૂત્રો કહે છે આ બન્ને ટ્રાફિક સુવિધાના કામમાં એકમાત્ર ટેન્ડરર હોઇ જ ન શકે, પરંતુ કોન્ટ્રાક્ટરોની ‘‌િરંગ’ને તંત્રના આશીર્વાદ હોઇ આ પ્રકારે મ્યુનિસિપલ તિજોરીને સ્પર્ધાના અભાવે લાખો રૂપિયાનો ચૂનો લગાવતા ટેન્ડરને ફટાફટ મંજૂરી અપાઇ રહી છે.

શાસક ભાજપ પણ ભેદી કારણસર આવા કામને ચલાવી લે છે. આ ઉપરાંત સાબરમતી વોર્ડમાં ટીપી રસ્તાને રિસરફેસ કરવા રૂ.૧.ર૪ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. સરખેજમાં પરબડીથી હાઇવે પર જતા રસ્તા પરના ગોલ્ડન નાળાને રૂ.૧૭.૯૪ લાખના ખર્ચ પહોળું કરવાનું ટેન્ડર મંજૂર કરાયું છે.

સરખેજ હાઇવે પર સરખેજ ચોકડીથી શાંતિપુરા ચોકડી સુધીનો ૩.રપ કિમી લાંબો રસ્તો કે જે પહેલાં નેશનલ હાઇવે હસ્તક હતો તેને વર્ષ ર૦૦૮માં મ્યુનિસિપલ કોર્પોરેશને સોંપાતા ંહવે દશ વર્ષ બાદ સત્તાવાળાઓ દ્વારા તેના ‌િરસરફે‌િસંગ માટે રૂ.૪.૭પ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે.

You might also like