કોન્ટ્રાક્ટરની પત્નીની માર મારી હત્યા, શરીર પર એસિડથી દાઝવાના નિશાન મળ્યાં

સુરત: મળતી વિગત મુજબ સરથાણા વ્રજ ચોક પાસેની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતાં દેવેન્દ્ર રમેશભાઇ ગોધાણી (મૂળ ઠાંસાતા.ગારીયાધાર,જી.ભાવનગર)ની બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે.જેઓ પોતાના મોટા ભાઇ મહેન્દ્ર સાથે વસવાટ કરે છે.દરમિયાન સાંજે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના હોલ,રસોડામાં લોહીના ડાઘા મળી આવ્યાં હતાં. ઘરમાં લોહીના ડાઘા જોઇને દેવેન્દ્ર ગોધાણી હતપ્રભ થઇ ગયા હતા,તેઓએ બેડરૂમમાં જતાં તેમની પત્ની રેશ્મા (૨૬) હત્યા કરાયેલી હાલતમાં બેડરૂમમાંથી મળી આવી હતી.

રેશમાના પિતા ચંદુભાઈને તેના જેઠે ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરીએ એસિડ પી લીધું છે. ચંદુભાઈ તેના જમાઈને ફોન કરતાં તેણે કહ્યું હતું કે, તે ફેઈલ થઈ ગઈ છે. ચંદુભાઈ સહિત પિયરીયાના સભ્યોએ જણાવ્યુંહતું કે, છેલ્લા આઠેક માસથી રેશમાની ચીજવસ્તુઓ ગાયબ થઈ જતી હતી. આ સિવાય તેના કબાટમાંથી રૂપિયાની ચોરી પણ થઈ જતી હતી. રેશ્માએ આપઘાત નહીં પરંતુ તેના સાસરિયાએ હત્યાએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.રેશમાની હત્યા થયેલા શરીર પરથી તેના જ સાસરિયા દ્વારા હત્યા પહેલા અથવા તો હત્યા બાદ ઘરેણા ઉતારી લેવાયા હતાં. કારણ કે, રેશમાની હત્યા થયેલી લાશની ઉપર કાન, નાક અને ગળાના ભાગેથી દાગીના ઉતારી લેવાયા હોય તે સ્પષ્ટ જોઈ શકાતું હતું. શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી.

ત્યારબાદ દેવેન્દ્રે તેમના સસરા ચંદુભાઇ જેરામભાઇ પટેલ (આંબરડી ઢસા)ને ટેલિફોનિક જાણ કરી હતી.એ પછી સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો.પોલીસે સૌપ્રથમ ઘરના અન્ય રૂમમાં સૂતેલી મોટાભાઇ મહેન્દ્રની પત્ની પારૂલને પૂછપરછ કરતાં કહયુ કે તેને આ બાબતે કોઇ જાણ નથી,તેણીએ એસિડ પીધું છે,એવું પોલીસ સમક્ષ જણાવ્યુ છે.

સમગ્ર રહસ્ય બનાવ અંગે પોલીસે દેવેન્દ્ર ગોધાણીની પુછપરછ આદરી છે.મોડી રાત્રે સરથાણાના પો.ઇ.ચૌધરીએ ડોગ સ્કોવર્ડ અને ફોરેન્સીક નિષ્ણાતોની મદદ વડે વધુ તપાસ શરૂ કરી છે.સરથાણા પોલીસે ફોરેન્સીક નિષ્ણાંત અને ડોગ સ્કોવડની મદદ વડે તપાસના ચક્રો ગતિમાનકર્યાં છે. હત્યામાં પરિવારનો જ કોઇ સભ્ય સંડોવાયેલા હોવાની આશંકા પોલીસે સેવી છે.

રેશમાની હત્યા થયાની આશંકાના આધારે સરથાણા પોલીસે પતિ દેવેન્દ્ર અને જેઠાણી પારૂલની અટકાયત કરી છે. પોલીસે રેશમાના મોત અંગે કલમ ૩૦૨ અને ૧૩૫ અનુસાર ગુનો નોંધ્યો છે.

You might also like