ગર્ભનિરોધક દવાઓથી થાય છે ઘણા ફાયદા

ભારતમાં ખૂબ જ ઓછી મહિલાઓ ગર્ભનિરોધક દવાઓનું સેવન કરે છે અને ગર્ભ ટાળવા માટે બીજા જ તરીકા વધારે લોકપ્રિય છે. લોકોને ભ્રમ હોય છે કે અન્ય દવાઓની જેમ એની પણ સાઇડ ઇફેક્ટ્સ અને નુકસાન થાય છે. પરંતુ જાણકારો અનુસાર એનાથી કોઇ નુકસાન થતું નથી પરંતુ ગર્ભ ટાળવા ઉપરાંત એના ઘણા લાભો પણ છે.

પીરિયડ્સના ચક્રને નિયત્રિંત કરવું
આવું કેવી રીતે બની શકે તમને એમ થતું હશે પરંતુ એને સમજવા માટે આ ગોળીઓના પેકિંગને ધ્યાનથી જુઓ. 1 પેકેટમાં 28 ગોળીઓ હોય છે. એમાંથી 21 એક્ટિવ અને 7 ઇનએક્ટિવ હોય છે. જે દિવસોમાં ઇનેક્ટિવ ગોળીઓ લેવામાં આવે છ, એ જ દિવસોમાં પીરિયડ્સ થાય છે. એટલા માટે મહિલા ઇચ્છે તો વધારે દિવસ એક્ટિવ પિલ્સ લઇને પીરિયડ્સને વધારે ટાળી શકે છે.

પીરિયડ્સના દુખાવામાં રાહત
ગર્ભાશયમાં પ્રોસ્ટેગ્લેડીન નામનો હોર્મોન સ્ત્રાવ હોય છે. આ હોર્મોનનો વધારે સ્ત્રાવ થવાથી પીરિયડ્સના દિવસોમાં દુખાવો રહે છે. કારણ કે એનાથી ગર્ભાશયમાં સંકુચન થાય છે અને ક્રેમ્પસ બને છે. ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી ઓવુલેશન ઓછું થાય છે અને હોર્મોન સ્ત્રાવ પણ ઓછો થાય છે.

કેન્સરના જોખમને ઓછું કરે
એક સંશોધન અનુસાર ગોળીઓ અને ગર્ભાવસ્થા બંને શરીરમાં હોર્મોનને સંતુલન પર સકારાતમ્ક અસર નાંખે છે. એનાથી અંડાશયના કેન્સરનું જોખમ ઓછું થઇ શકે છે. અને આ કેન્સર એવું છે કે એને જલ્દીથી શોધી નાંખવું ખૂબ જ મુશ્કેલ છે.

કરચલીઓ અને સ્કીનની સમસ્યાઓમાં કમી
કરચલીઓ અને સ્કીનની સમસ્યાઓનું મુખ્ય કારણ હોર્મોન્સનું અસંતુલન હોય છે. ગર્ભનિરોધક ગોળીઓ હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે એટલા માટે આવી સમસ્યાઓને પણ ઓછી કરે છે.

http://sambhaavnews.com/

You might also like