ઓસ્ટ્રેલિયામાં 40 વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડુ : કરોડોનું નુકસાન

સિડની : ઓસ્ટ્રેલિયાનાં ન્યૂસાઉથ વેલ્સનાં વેસ્ટર્ન કોસ્ટ પર 130 કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ત્રાટક્યું હતું. નરાબીન અને કોલરોય બીચને 50 મીટરનો વિસ્તાર દરિયામાં ગરકાવ થઇ ગયો હતો. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટે 50 હજાર કરતા પણ વધારે લોકોએ મદદ માટે સંપર્ક કર્યો હતો. જ્યારે એક હજારથી વધારે લોકો ઘરવિહોણા બન્યા હતા. ઇન્શ્યોરન્સ વિભાગે કહ્યુ કે તેઓને ક્વીસલેન્ડ અને ન્યૂસાઉથ વેલ્સમાં 200 કરોડ રૂપિયાની નુકસાની ભરપાઇ કરવા માટેની અરજીઓ મળી છે.

વાવાઝોડાની સૌથી વધારે અસર ઓસ્ટ્રેલિયાનાં પુર્વી ખાટા પર થઇ છે. અનેક વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત દક્ષિણ ન્યૂસાઉધ વિલ્સ વિક્ટોરિયા અને તસ્માનિયામાં વાવાઝોડાની આંશીક અસર થઇ હતી. નોર્થ કોસ્ટમાં પણ વધારે નુકસાન થવા પામ્યું હતું. સિડનીનાં કોલારોય બીચ પર 20થી વધારે મકાનો દરિયામાં તણાઇ ગયા હતા. હવામાન વિભાગનાં અનુસાર આ વાવાઝોડું છેલ્લા 40 વર્ષોમાં સૌથી ભયાનક હતું. જેણે આટલા મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો છે. ઉપરાંત સિડનીમાં 24 કલાકમાં 150 મિલીમીટર વરસાદ પડ્યો હતો.

આ અંગે હવામાન વિભાગનાં તજજ્ઞોએ જણાવ્યું કે વાવાઝોડાનાં કારણે બીચ 50 મીટર સાંકડો થઇ ગયો છે. અમારા સર્વે અનુસાર દર એક મીટર પર 150 ક્યુબિક મીટર રેતી ભરાયેલી હોવાનું અનુમાન છે. કોલારોય બીચ પર રહેતા ટોની કાગોસ્કીનાં અનુસાર તેમનું મોટા ભાગનું ઘર દરિયામાં તણાઇ ચુક્યું છે. હાલ ચારેબાજું તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં જાણે રેતીનું તોફાન આવ્યું હોય તે રીતે રેતી ભરાઇ ચુકી છે.

You might also like