વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું કન્ટેનર ઝડપાયુંઃ રૂ.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: શામળાજી નજીક આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું એક કન્ટેનર ઝડપી લઇ આશરે રૂ.૪૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શામળાજી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર ગુજરાત તરફ આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે શામળાજી નજીક આવેલી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કર્યુ હતું.

આન દરમ્યાનમાં એક કન્ટેનર પસાર થતા પોલીસે તેને રોકી તલાશી લેતા આ કન્ટેનરમાંથી વિદેશી દારૂની જુુદી જુદી બ્રાન્ડની ૪૭પ નંગ પેટીઓ મળી આવી હતી. જેની કિંમત આશરે રૂ.૩૦ લાખ જેટલી થાય છે. પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર મળી રૂ.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે સુંદર રાજુસિંગ ચૌહાણ અને જાવેદ નામના બે શખસની ધરપકડ કરી આ વિદેશી દારૂનો જથ્થો ગુજરાતના કયા શહેરમાં લઇ જવાતો હતો અને કોણ સૂત્રધાર છે તે અંગે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે.

You might also like