કોન્ટેક્ટ લેન્સ ફેલાવે છે માઈક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ

કોન્ટેક્ટ લેન્સનું વજન સાવ નગણ્ય હોય છે અને રોજે રોજ બદલી શકાય એવા ડિસ્પોઝેબલ કોન્ટેક્ટ લેન્સ ઉપલબ્ધ થયા હોવાથી એનો ઉપયોગ વિશ્વમાં વધી ગયો છે. પણ આવા કોન્ટેકટ લેન્સ માઈક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ વધારે છે.

આજે દુનિયાભરમાં કરોડો લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે પણ એક વાર વાપર્યા બાદ એનો નિકાલ કેવી રીતે કરવો એની જાણ નહીં હોવાના કારણે આ સમસ્યા ઊભી થઇ છે.

એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે એકલા અમેરિકામાં દર વર્ષે આશરે રર મેટ્રિક ટન કોન્ટેક્ટ લેન્સનો અયોગ્ય રીતે નિકાલ થાય છે.

અમેરિકામાં રોજ આવા ડિસ્પોઝેબલ લેન્સ વાપરનારા લોકોની સંખ્યા ૪.પ૦ કરોડ જેટલી છે. તેઓ વપરાયેલા કોન્ટેક્ટ લેન્સને ગાર્બેજ બેગમાં ફેંકવાને બદલે ટોઇલેટમાં ફેંકી દે છે અથવા સિન્કમાં એનો નિકાલ કરે છે.

જ્યારે વેસ્ટ વોટરને ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે ત્યારે અાવા કોન્ટેક્ટ લેન્સનો નાશ થતો નથી અને એ છેવટે દરિયામાં જાય છે. ર૦૧પમાં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે દરિયામાં આશરે ર,૩૬,૦૦૦ મેટ્રિક ટન જેટલો માઇક્રોપ્લાસ્ટિકનો વેસ્ટ જમા થયો છે. આમ સાવ સામાન્ય દેખાતા કોન્ટેક્ટ લેન્સના કારણે પણ પ્રદૂષણનો ખતરો રહે છે.

You might also like