ચમકતા કોન્ટેક લેન્સથી માણસની દૃષ્ટિહીનતા દૂર થઈ શકશે: સંશોધન

વિશ્વમાં ડાયાબિટીસનો રોગ મહામારી સમાન બની ગયો છે ત્યારે આવા રોગના કારણે કેટલાંક લોકોમાં દૃષ્ટિહિનતાની સમસ્યા આવી જતી હોય છે ત્યારે આવી સમસ્યાને દૂર કરવા માટે હવે વિજ્ઞાનીઓાના દાવા મુજબ ચમકતા કોન્ટેક લેસ ઉપયોગી બની શકે તેમ છે.

સામાન્ય રીતે દૃષ્ટિહિનતાની સમસ્યા ધરાવતા તેમજ ડાયાબિટીસના કારણે પણ દૃષ્ટિહિનતાની સમસ્યા ઊભી થતી હોવાની ફરિયાદો મળી રહી છે, ત્યારે વિજ્ઞાનીઓએ વિકસાવેલા અંધારામાં ચમકતા કોન્ટેક લેન્સની મદદથી આવી સમસ્યા દૂર થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ડાયાબિટીસના કારણે આંખ સહિત શરીરની અનેક નાની રકતવાહિનીઓ ક્ષતિગ્રસ્ત બની જાય છે. જેના કારણે દર્દીઓને જોવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત વધારાના ઓકિસજનની માત્રા ઘટી જતા રેટિનાને પણ નુકસાન થાય છે. ઓકિસજનની જરૂરિયાતને ઓછી કરીને તેને અંકુશમાં લઈ શકાય છે. અત્યાર સુધી આ માટે અનેક પ્રકારની સર્જરી થતી હતી.

પરંતુ હવે આ નવા કોન્ટેક લેન્સથી રાત્રે રેટિના દ્વારા ગ્રહણ કરવામાં આવતા ઓકિસજનની માત્રાને ઘટી જાય છે તેથી તે અંધારામાં ચમકવા લાગે છે અને તેના કારણે પ્રકાશ વધુ ફેલાતા જે તે વ્યકિતને જોવાની સમસ્યામાંથી રાહત મ‍ળે છે અને તેના કારણે આવી વ્યકિતઓ રાતે પણ સારી રીતે જોઈ શકે છે. આમ વિજ્ઞાનીઓના દાવા મુજબ ચમકતા કોન્ટેક લેસ આવા લોકો માટે ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. આ ઉપરાંત ડાયાબિટીસથી પિડાતા અનેક દર્દીઓને પણ આવા લેન્સ ઉપયોગી બની રહેશે. તેવો આ વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે.

You might also like