કોઇ કંપની, હોટલ કે રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ ચુકવવો ગ્રાહક બંધાયેલો નથી : સરકાર

નવી દિલ્હી : તમે કોઇ પણ હોટલ કે રેસ્ટોરન્ટની સેવા લો છો તો તે તમારા પર નિર્ભર કરે છે કે તમે સર્વિસ ચાર્જ ચુકવવા માંગો છો કે નહી. કેન્દ્રીય મંત્રાલયે આજે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઇ પણ કંપની હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકો પાસેથી પરાણે સર્વિસ ચાર્જ વસુલી શકે નહી. કન્ઝ્યુમર અફેયર્સ મિનિસ્ટ્રીએ તમામ રાજ્ય સરકારોને જણાવ્યું કે તે કંપનીઓ, હોટલો અને રેસ્ટોરન્ટ્સને આ અંગે સચેત કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અલગ અલગ ટેક્સ ઉફરાંત બિલમાં સર્વિસ ચાર્જ આવતો હોય તો તેની ચુકવણી પહેલાથી જ વૈકલ્પિક હતી. જો કે હોટલો અને રેસ્ટોરન્ટસ દ્વારા તેને ફરજીયાત બનાવી દેવામાં આવી હતી. તેઓ ગ્રાહકની મર્જી વગર જ સર્વિસ ચાર્જ વસુલી રહ્યા હતા. મંત્રાલયે તે અંગેની કેટલીક ફરિયાદો મળ્યા બાદ સ્પષ્ટી કરણ આપ્યું હતું.

આ સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું બિલમાં ટેક્સીઝ જોડ્યા બાદ સર્વિસ ચાર્જ લગાવવામાં આવે છે તે વૈકલ્પિક હોય છે. એટલે કે જો કોઇ ગ્રાહક અપાયેલી સર્વિસથી પૂર્ણત સંતુષ્ટ નથી તો તે સર્વિસ ચાર્જ ચુકવવા માટે બંધાયેલો નથી. આ સર્વિસ પ્રોવાઇડર તે ચાર્જ વસુલવા માટે દબાણ ન કરી શકે. હોટલ્સ અને રેસ્ટોરન્ટસ સ્પષ્ટ રીતે ગ્રાહકોને જણાવે કે સર્વિસ ચાર્જ ચુકવવો ફરજીતાય નથી.

You might also like