કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ-રિયલ્ટી ઈન્ડેક્સમાં ધમાકેદાર ઉછાળો

અમદાવાદ: ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચાલુ વર્ષમાં સેન્સેક્સમાં ૧૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. જેની સામે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં અનુક્રમે ૧૧.૩૩ ટકા અને ૧૬.૪૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે, જોકે કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં ચાલુ વર્ષે ધમાકેદાર ૪૧.૮૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જીએસટીની અમલવારીના પગલે તથા વેચાણમાં વધારો થતાં આ કંપનીઓને તેની સીધી સકારાત્મક અસર જોવા મળી હતી.

રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ ચાલુ વર્ષે ૩૮.૮૩ ટકાનો ઉછાળો નોંધાતો જોવાયો છે. બીજી બાજુ ચાલુ નાણાકીય વર્ષમાં હેલ્થકેર ઇન્ડેક્સમાં ૧૪.૪૧ ટકા, પીએસયુ ઇન્ડેક્સમાં ૧૦.૭૮ ટકા, જ્યારે પાવર ઇન્ડેક્સમાં ૬.૯૪ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારની એફોર્ડેબલ હાઉસિંગની નીતિના પગલે ચાલુ વર્ષે રિયલ્ટી ઇન્ડેક્સમાં તેની સકારાત્મક અસર જોવા મળી છે અને તેના કારણે આ ઇન્ડેક્સમાં ૩૮ ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે ફાર્મા કંપનીમાં નકારાત્મક ચાલ જોવા મળી છે. હેલ્થકેર ઇન્ડેક્સમાં ૧૪.૪૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. યુરોપ સહિત અમેરિકાની હેલ્થની નીતિ બદલાતાં ફાર્મા કંપનીઓ પર સીધી અસર જોવા મળી છે.

વિવિધ સેક્ટર ઈન્ડેક્સમાં જોવાયેલી વધ-ઘટ
સેન્સેક્સ + ૧૦.૦૪ ટકા
ઓટો ઈન્ડેક્સ + ૭.૬૧ ટકા
બેન્ક ઈન્ડેક્સ + ૯.૩૭ ટકા
કેપિટલ ગુડ્સ + ૯.૮૫ ટકા
કન્ઝ્યુમર ડ્યુરેબલ + ૪૧.૮૨ ટકા
હેલ્થકેર ઇન્ડેક્સ – ૧૪.૪૩ ટકા
આઈટી ઇન્ડેક્સ + ૧૭.૪૫ ટકા
લાર્જકેપ ઇન્ડેક્સ + ૮.૮૪ ટકા
મિડકેપ ઇન્ડેક્સ + ૧૧.૩૩ ટકા
સ્મોલકેપ ઇન્ડેક્સ + ૧૬.૪૦ ટકા
ઓઈલ એન્ડ ગેસ + ૬.૮૯ ટકા
પાવર ઇન્ડેક્સ – ૬.૯૪ ટકા
રિયલ્ટી ઇન્ડેક્સ + ૩૮.૮૩ ટકા
ટેલિકોમ ઇન્ડેક્સ + ૯.૦૩ ટકા
પીએસયુ ઇન્ડેક્સ – ૧૦.૭૮ ટકા

You might also like