કબજિયાત દૂર કરતી ગોળીઓ વહેલા મૃત્યુનું જોખમ વધારી દે છે

જો તમને જુની કબજિયાત કે પેટની અન્ય તકલીફો હોય અને તે માટે અવારનવાર ગોળીઓ ગળતા રહેતા હો તો સાવધાન. અમેરિકાની યુનિવર્સિટીએ જણાવ્યું કે અાવી ગોળીઓ ગળતા લોકોમાં વહેલા મૃત્યુનું પ્રમાણ ૨૫ ટકા જેટલું વધી જાય છે. સામાન્ય રીતે અપચો, કબજિયાત, હાર્ટબર્ન અને એસિડીટી માટે પ્રોટોનપંપ ઈન્હીબિટર્સ પ્રકારની ગોળીઓ અાપવામાં અાવે છે. અા ગોળીની H2 બ્લોકર એક વૈકલ્પિક દવા પણ લેવામાં અાવે છે. પ્રોટોનપંપ ઈન્હીબિટર પ્રકારની દવા લેતા દર્દીઓમાં મૃત્યુની સક્યતા ૫ ટકા જેટલી વધી જાય છે. અા દવાઓ સળંગ એકાદ-બે વર્ષ લેવાથી અા જોખમ ઊભું થાય છે.
http://sambhaavnews.com/

You might also like