રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ : 1નું મોત

રાજકોટ : ગઇકાલે વરસાદની જોરદાર ઇનિંગ બાદ આજે પણ સતત બીજા દિવસે રાજકોટની ધૂંવાધાર ઇનિંગ ચાલુ રહી હતી. આજે રાજકોટ જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી કરી હતી. જિલ્લાનાં ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જેતપુર સહિતનાં વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.

જો કે એક વરસાદમાં તંત્ર દ્વારા કરવામાંઆવેલા તમામ દાવાઓ ધોવાઇ ગયા હતા. ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. યુવા હૈયાઓ ગેલે ચડ્યા હતા. જો કે રસ્તા પર સેંકડો લોકો ફસાઇ ગયા હતા. ઠેરઠેર પાણી ભરાઇ જવાનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેતપુરમાં વરસાદની મજા માણવા ધાબે ચડેલી યુવતી પર વિજળી પડતા તેનું મોત નિપજ્યું હતું.

વરસાદની મજા લેવા માટે દેસાઇ વાડી ખાતે તેજા કાળા પ્લોટ વિસ્તારમાં રહેતી હિરલ કેશુભાઇ સખરેલીયા (ઉ.વ 22) પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. રાજકોટમાં જો કે સતત બીજા દિવસે મેઘરાજાની ધૂંવાધાર ઇનિંગ ચાલુ રહેતા ખેડૂતોમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે લાંબા સમયથી ગરમીથી પીડિતા જન જનમાં પણ આનંદ વ્યાપ્ત થયો છે.

You might also like