કોન્સ્ટેબલ લાંચના છટકામાં અાબાદ ઝડપાયોઃ પીએસઅાઈ નાસી છૂટ્યા

અમદાવાદ: ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનનાે કોન્સ્ટેબલ રૂ. ૨૫ હજારની લાંચ લેતાં લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના છટકામાં અાબાદ ઝડપાઈ ગયો હતો જ્યારે પીએસઅાઈ નાસી છૂટતાં અા અંગે સઘન કાર્યવાહી હાથ ધરવામાં અાવી છે.

એસીબીના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજ વિજુભા ચૂડાસમાએ અા જ ગામના રહીશ જિતેન્દ્રસિંહ નટવરસિંહ વાઘેલા પાસે લાંચની માગણી કરી હતી. જિતેન્દ્રસિંહના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા માટે અા કોન્સ્ટેબલ અને પીએસઅાઈ વાઘેલાએ એકબીજાના મળતિયાપણામાં રૂ. પાંચ લાખ માગ્યા હતા. છેવટે નક્કી થયેલી રકમ પૈકી રૂ. ૨૫ હજાર અાપવાનું નક્કી થયું હતું.

અા અંગે જિતેન્દ્રસિંહ વાઘેલાએ એસીબીને જાણ કરતાં એસીબીએ પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવી કોન્સ્ટેબલ િદવ્યરાજને રૂ. ૨૫ હજારની લાંચ સ્વીકારતાં અાબાદ ઝડપી લીધો હતો જ્યારે પીએસઅાઈ વાઘેલા નાસી છૂટ્યા હતા. એસીબીએ પીએસઅાઈને વોન્ટેડ જાહેર કરી બંને સામે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like