અાઈએમના યાસિન ભટકલના ઇશારે સાબરમતી જેલમાં ફિદાઈન હુમલાનું ષડ્યંત્ર રચાયું હતું

અમદાવાદ: દેશભરમાં ચર્ચા જગાવનાર સાબરમતી જેલ સુરંગકાંડનો કેસ તા.૧૩ જાન્યુઅારીથી અોપન થવાનો છે. કેસની સુનાવણીમાં અનેક ઘટસ્ફોટ થાય તેવી શકયતા છે. બોમ્બ બ્લાસ્ટના અારોપીઅો સહિત અાતંકવાદીઅોને જેલમાંથી છોડાવવા માટે ઈન્િડયન મુજાહિદ્દીનના ઈશારે સુરંગ ખોદવાનું ષડયંત્ર રચાયું હતું. જાેકે ચોંકાવનારી વાત અે છે કે સાબરમતી જેલમાં ફિદાઈન હુમલો કરીને અાતંકવાદીઅોને છોડાવવાનું ષડયંત્ર ઈન્ડિયન મુજાહિદ્દીનના વડા યાસિન ભટકલે ઘડયું હતું. અેનઅાઈઅે નેશનલ ઈન્વેસ્ટિગેશન અેજન્સીઅે નવી દિલ્હીની કોર્ટમાં રજૂ કરેલી ચર્ાજશીટમાં અા ઘટસ્ફોટ કર્યો હતો. જેની ગુજરાતમાં ભાગ્યે જ કોઈને પણ છે. ખુદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઅો અા અંગે અજાણ છે. અથવા તો અજાણ હોવાનો ડોળ કરે છે. અમદાવાદના સેશન્સ કોર્ટના સ્પેશિયલ કોર્ટના જજ પી. બી. રાવલ સાબરમતી જેલમાં તા.૧૩ જાન્યુઅારીથી અા કેસની સુનાવણી હાથ ધરશે

અેનઅાઈઅે દિલ્હીમાં અાઈઅેમના સાગરીતો સામે મૂકેલી ચાર્જશીટમાં સાબરમતી જેલમાં રહેલા અાઈઅેમના અાતંકવાદીઅોનો અને અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટનો ઉલ્લેખ કરવામાં અાવ્યો છે.અેટલુ જ નહીં ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી તોફાનાનો પણ ઉલ્લેખ કરીને અાંતકવાદીઅો કેવી રીતે મુસ્લમ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરતાં તેની માહિતી અાપવામાં અાવી છે. અાઈઅેમના ઈન્ડયાનો વડો યાસિન ભટકલ અને અશદુલ્લા ઉર્ફે હીઅે અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા અાંતકવાદીઅોને જેલમાંથી ભગાડી જવાના પ્લાનિંગ ઈ મેઈલ દ્વારા વાત કરી હતી.

જેલમાં બ્લાસ્ટના અારોપીઅો દ્વારા બનાવવામાં અાવેલ સુરંગનો ઈ મેઈલ ટ્રેસ કરવામાં અાવ્યો હતો.જેમાં અેવો ઉલ્લેખ કરવામાં અાવ્યો છે કે, જેલમાં રહેલા અાઈઅેમના અાંતકવાદીઅોને છોડાવવા માટે અનેક રસ્તાઅો પર વિચારણા કરી અમલમાં મૂકી શકાય તેમ છે. સુરંગકાંડની ઘટના બાદ અશદુલ્લાહ અર દ્વારા જેલમાં રહેલા બ્લાસ્ટ કેસના અાંતકવાદીઅોને પૂછવામાં અાવ્યું હતું કે, તમારી સાથે જેલ સત્તાવાળાઅોની ર્વતણૂંક કેવી છે ત્યારે જેલના કેદીઅોમાંથી અેવી માહિતી અાપવામાં અાવી હતી કે, સત્તાવાળાઅો થોડાક કડક બન્યા છે.અા વખતે અાંતકવાદી હાઅે અેવી સલાહ અાપી હતી કે,સાબરમતી જેલ ઉપર ફિદાઈન હુમલો કરવો જાેઈઅે કારણ કે, જેલ સત્તાવાળાઅો અાવા કોઈ હુમલા માટે સજજ નથી.

સાબરમતી જેલમાં રહેલા અાતંકવાદી સૈફે જેલમાંથી સાજિદ બેડાને મોકલેલ પત્રમાં અેવો ઉલ્લેખ કર્યો હતો કે,સુરંગ ખોદવા પાછળ અેક લાખનો ખર્ચ થયો હતો. અાથી જેલમાં હાલ નાણાંની જરૂર છે. અેનઅાઈઅેના અધિકારી વિકાસ વૈભવે દિલ્હીની કોર્ટમાં અાઈઅેમના ષડયંત્રનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,સાબરમતી જેલમાંથી અાતંકવાદીઅો દ્વારા લખવામાં અાવેલા પત્ર પાકિસ્તાન મોકલતા કેન્દ્રીય ગૃહવિભાગે જેલ સત્તાવાળાઅોને ખુલાસો પૂછયો હતો.ં

યાસિન ભટકલે રિયાઝ ભટકલ બન્ને બંધુઅો વચ્ચે થયેલી વાતચીત મુજબ યાસિને કહ્યુ કે, સામ દિલ્હી અને મુસા ગુજરાત અને બગુ બેગ્લોરમાં ધંધો શરૂ કરવા માટે બહુ બધી અોફરો અાવી છે. અા ત્રણેય શહેરોમાં સ્થાનિક સ્તરે રહેલા કેટલાંક અસામાજિક તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટમાં મદદ કરવા માટે અોફરો અાવી છે. રિયાઝે યાસિનને કહ્યુ કે, અાપણે ત્યાંં કામ કરવું જાેઈઅે કારણ કે
ત્યાં સરળતાથી બધું સેટિંગ કરી શકાશે અને અાપણી માટે ત્યા દરવાજાઅો ખુલ્લા છે.યાસિન તેના ઉત્તરમાં કહ્યું કે, અમદાવાદમાં તેના ખૂબ સારા સંપર્કો છે.તેમને સંપર્કમાં જે વ્યકિત છે તે અમદાવાદની છે અને તેને જામનગરની મુલાકાત લીધી છે. અા વ્યકિત નેપાળી નહીં પરંતુ બિહારી છે. નેપાળથી કેટલાક યુવાનો અાવે છે જેમને બેંગલુરુમાં પણ કામ કરેલ છે.જેમની ઉંમર ૨૨ની અાસપાસ છે.તેઅો કોઈપણ જગ્યાઅે જવા અને સ્થાયી થવા પણ તૈયારી દર્શાવી રહ્યા છે.હાલમાં ઝરિન સિલાઈ કામ કરે છે.

અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ અને સુરતમાં બ્લાસ્ટના પ્લાનની યાસિન ભટકલની કબૂલાત
કેવી રીતે પ્લાન બનાવ્યો હતો તેની રજે રજની માહિતી અેનઅાઈઅેને અાપી દીધી
અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ અને સુરતમાં બ્લાસ્ટના પ્લાનની યાસિન ભટકલે અેનઅાઈઅે સમક્ષ કરેલી કબૂલાત કરી હતી.જેમાં ૧લી જુલાઈ ૨૦૦૮ના રોજ હોડી અાકારના ૧૦૦ બોમ્બ પૂનાથી મંગાવવામાં અાવ્યા હતા. સફેદ કલરની કારમાં મોહસીન ચાૈધરી,અકબર ચાૈધરી સહિત અન્યો બોમ્બ લાવ્યા હતા.અમદાવાદમાં હોડી અાકારના બોમ્બ લાવવામાં અાવ્યા તે વખતે ઈકબાલ ભટકલ,રિયાઝ ભટકલ,મજિદ ઉર્ફે નઝીમ,અનીક વગેરે હાજર રહ્યા હતા. અા સિરિયલ બ્લાસ્ટનું કામ પૂરું કરવા માટે પીરુભાઈ, મુન્નાભાઈ, મોબીન કાદિર શેખને જવાબદારી સાપવામાં અાવી હતી. અનીકે ૪૦ સીમકર્ાડ અને મોબાઈલ ખરીદ્યા હતા.અા સીમકાર્ડનો ઉપયોગ બ્લાસ્ટ થયા પછી તુરત નાશ કરી દેવાનું ની કર્યુ હતું. જેના લીધે ૨૯મી જુલાઈના રોજ મોબાઈલ બંધ કરી દીધા હતા.અહેમદ બાવા અને અબુભાઈ જિલટિન ૫૦ કિલો ભરેલા બે બોક્ષ મેગ્લોરથી અમદાવાદ લાવ્યા હતા.અમદાવાદમાં રિયાઝ ભટકલને કયામુદ્દીન કાપડિયાઅે રહેવાની અને વિસ્ફોટ સામગ્રી રાખવાની વ્યવસ્થા કરી અાપી હતી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરવા માટે અતીક અમીન ઉર્ફે અરમાન, છોટા સાજિદ,બડા સાજિદ ,સૈફ અને ઈન્ડયન મુજાહુદીન અાંતકવાદીઅોના અાકાઅો સામેલ રહીને ૨૦ જગ્યાઅે સિરિયલ બ્લાસ્ટ કરાવ્યા હતા.

અેનઅેઅાઈના ચર્ાજશીટમાં અેવો પણ ઉલ્લેખ કરવામાં અાવ્યો છે કે, સુરતમાં સિરિયલ બ્લાસ્ટ નહીં થતા અાઈઅેમના અાકાઅો નારાજ થયા હતા. યાસિન ભટકલ સાથે તલાહ,ફઝલુ રહેમાન,અનીક સુરત વરાછા રોડ અાવેલા માર્કેટમાં ગયા હતા જ્યાં યાસિન ભટકલે ૨૪મી જુલાઈ ૨૦૦૮ના રોજ બોમ્બ બ્લાસ્ટ કરવા માટે મોર્કેટની પાસે જગ્યાઅો તલાશી હતી.જેમાં અેક બાવાની જાહેરસભા બે અેક દિવસમાં થવાની હોવાના પોસ્ટો જાેતાં જ વરાછા પાસેની માર્કેટની નજીકના રોડ પરના ઝાડ પાસે બોમ્બ ગોઠવી દીધા હતા.બોમ્બમાં લગાવવામાં અાવેલી અેલડીમાં ટાઈમર ૪૮ કલાક બાદનો લગાવવામાં અાવ્યો હતો.બીજા દિવસે અેટલે કે ૨૫મી જુલાઈના રોજ વરાછા પાસેની મોટી હોસ્પટલમાં જંગી પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી ભરેલી ગાડી મૂકી દીધી હતી કારણ કે, સિરિયલ બ્લાસ્ટ થાય અેટલે મોટી સંખ્યામાં લોકો સારવાર માટે હોસ્પિટલમાં અાવે તો ત્યાં બ્લાસ્ટ કરી વધુ જાનહાનિ કરી શકાય.

You might also like