યૂપીના સીએમ તરીકે મનોજ સિન્હાના નામની સહમતિ પર PMOની મહોર

નવી દિલ્હીઃ યૂપી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રીના નામને લઇને ભાજપમાં અનેક નામોની અટકણો ચાલી રહી છે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓથી લઇને રાજ્યના નેતાઓના નામ સીએમ પદની દાવેદારીના લિસ્ટમાં હતા. ત્યારે આ બધાની વચ્ચે સમાચાર આવ્યા છે કે મનોજ સિન્હાને યૂપીના સીએમ પદનો કાર્યભાર આપવામાં આવશે. આ માહિતી મુરલી મનોહર જોષી તરફથી પ્રાપ્ત થઇ છે.

મનોજ સિન્હાના નામ પર PMO તરફથી પણ લીલી ઝંડી મળી ગઇ છે. મળતી માહિતી મુજબ મનોજ સિન્હાના નામની ઔપચારીક જાહેરાત શનિવારે કરવામાં આવશે. શનિવારે લખનઉમાં બીજેપી સાંસદોની બેઠક છે. જેમાં મનહોર સિન્હાના નામ પર મહોર લગાવામામં આવશે. જ્યારે 19 માર્ચે પીએમ મોદીની હાજરીમાં બપોરે સાવ બે વાગે ઉત્તર પ્રદેશની નવી સરકાર શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 50 હજાર લોકો હાજર રહે તેવી આશા છે.

મનોહ સિન્હાના નામ પર મળેલી સહમતી અંગેની માહિતી સંધને પણ આપી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે સીએમના નામ અંગે યૂપીમાં પ્રદેશ અધ્ય કેશવ પ્રસાદ મોર્યએ રિપોર્ટ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહેને સોપી છે. મનોજ સિન્હા કેન્દ્ર સરકારમાં રેલવે રાજ્ય મંત્રી અને ગાજીપુરના સાંસદ છે. મનોજ સિન્હા સંચાર મંત્રી, રેલવે રાજ્ય મંત્રી સાથે એક સિવિલ એન્જિયર પણ છે. સિન્હા આઇઆઇટી બીએચયૂના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. બીએચયૂમાં તે વિદ્યાર્થી નેતા તરીકે ખૂબ જ સક્રિય હતા.

http://sambhaavnews.com/

You might also like