કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કોર્ટમાં છેડતીની ફરિયાદ દાખલ કરશે

અમદાવાદ: ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રીબહેન કેસરી આજે ભાજપના ભદ્રેશ મકવાણા સહિતના છ કોર્પોરેટરો વિરુદ્ધ છેડતીની ફરિયાદ દાખલ કરશે. ઘી કાંટાની મેટ્રો પોલિટન કોર્ટમાં તેઓ ફરિયાદ દાખલ કરશે.

વ્યવસાયે વકીલ એવાં રાજશ્રીબહેન કેસરીએ ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં એવો આક્ષેપ કર્યો હતો કે, કારંજ પોલીસ સ્ટેશનમાં રાજકીય દબાણને કારણે મારી છેડતીની ફરિયાદ લેવાઈ નહીં. એટલે આજે હું મેટ્રો પોલિટન કોર્ટના દરવાજા ખખડાવીશ માટે ભાજપ સામે પોલીસ ફરિયાદ કરવાના સંદર્ભમાં કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અનુમતિ લેવાની હતી. એટલે તેમાં વિલંબ થયો છે. મેટ્રો પોલિટન કોર્ટમાં આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ હું ફરિયાદ દાખલ કરીશ.

ગઈકાલે ભાજપના ભદ્રેશ મકવાણા સહિત ભાજપના છ કોર્પોરેટરો વિરુદ્ધ રાજશ્રીબહેન કેસરીની મ્યુનિ. બોર્ડમાં પોતાની સાથે મારામારી, ગાળાગાળી કરવા અંગેની ફરિયાદ પોલીસે દાખલ કરી છે. જો કે છેડતીની કલમ દાખલ ન કરવામાં આવતાં કોંગ્રેસે ધરણાં પણ યોજ્યાં હતાં.

You might also like