2019 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો સોશિયલ પ્લાન

દિલ્હી: કોંગ્રેસ 2019ની લોકસભા ચુંટણીમાં મજબૂત સ્થિતિ બનાવવા માટે સોશિયલ મીડિયાના મહારથી બનાવવાના શરૂ કર્યા છે. રાહુલની સોશિયલ મીડિયા ટીમ મોદીની ટીમ સાથે બે-બે હાથ કરશે. જેના માટે બ્લોક સ્તરના પાર્ટીઓના પદાધિકારીઓને સક્રિય રહેવા માટે સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,રાહુલગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં ઉપરા ઉપરી ફેરફારો કરી રહ્યા છે. જ્યા એક તરફ યુવાઓને જવાબદારી આપવામાં આવી રહી છે ત્યાં સંગઠનોમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. આ જ નહીં, પાર્ટીના હાઈકમાંડે પાર્ટીના જૂના નેતાઓને પણ સોશિયલ મીડિયા પર સક્રિય થવા માટે કહ્યું છે. પાર્ટીના સુત્રો પ્રમાણે, 2014ની લોકસભા ચુંટણીમાં BJPએ પ્રભાવી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને યુવાઓને સાથે જોડવામાં સફળ રહ્યા અને પરીણામ જીત રૂપે સામે આવ્યું.

શું કહે છે પાર્ટી હાઈકમાન્ડ

પાર્ટી હાઈકમાન્ડનું માનવું છે કે એવું નથી કે કોંગ્રેસના નેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી,પરંતુ તેમાંથી કેટલાક જ યોગ્ય મુદ્દાઓ પર સક્રિયતા બતાવી સરકાર,બીજેપીની ખોટી નીતિ અને સંવેદનશીલ મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હોય છે. પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર ઓછા સક્રિય હોય છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાના નિર્દેશ

આજના સમયમાં દરેક હાથમાં મોબાઈલ અને ઈન્ટરનેટ છે. જનતા સાથે જોડાવવાનું આનાથી કોઈ સારૂ માધ્યમ નથી એટલેજ હવે દરેક પદાધિકારીઓને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ તેમને કોંગ્રેસની નિતિઓ,અભિયાન,આંદોલનની જાણકારી આપવા અને કેંન્દ્ર અને પ્રદેશ સરકાર સાથે બીજેપીની ખામીઓને ઉજાગર કરી લોકોને અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, બંન્ને પક્ષની જાણકારી તથ્યાત્મક હોવી જોઈએ કારણકે જનતા બંન્ને પર મંથન કરી શકે. કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીનું કહેવું છે કે પાર્ટી નેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, પણ આ સમયમાં સક્રિયતા હજુ વધારવાની જરૂર છે.

You might also like