વિધાનસભામાં ધારાસભ્યોએ લોકશાહીનું કર્યું વસ્ત્રાહરણ : ભારે ધાંધલ ધમાલ

અમદાવાદ : વિધાનસભા સત્રની શરૂઆતે જ ગૃહમાં નિલાય કાંડ મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. પ્રથમ દિવસે ગવર્નર ઓ.પી કોહલીનાં પ્રવચન દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્યોએ બળાત્કારી જનતા પાર્ટી, ભાજપથી બેટી બચાવો, જેવા સુત્રોચ્ચાર કરી વેલમાં ઘસી આવ્યા હતા અને ગેરવર્તણુંક કરી હતી.

કોંગ્રેસનાં હોબાળા વચ્ચે ગવર્નર પણ પ્રવચ કરી શક્યા નહોતા. તેઓએ પોતાનું પ્રવચન ટુંકાવીને 6 મિનિટમાં પુરૂ કર્યું હતું. રાજ્યપાલે નલિયાકાંડ મુદ્દે કડક તપાસ કરવા માટે જણાવ્યું હતું.

રાજ્યપાલ દ્વારા નલિયાકાંડ મુદ્દે સરકારને તપાસ કરી કડક પગલા લેવા માટે જણાવાયું છે. રાજ્યપાલ દ્વારા આ અંગે વિપક્ષને જાણ કરતો પત્ર વિધાનસભામાં બતાવી કોંગ્રેસનાં સભ્યોએ ફરીથી હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઇ જવાયા હતા. કોંગ્રેસનાં ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અગાઉ શક્તિસિંહે નલિયાકાંડમાં વિધાનસભાનાં સ્પિકરની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. શક્તિસિંહે આક્ષેપ કર્યો કે આજે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતન પટેલને તેમને નોટિસ પાઠવવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે શક્તિસિંહે તેમના નિવેદન અંગે માફી માંગવી જોઇએ.

You might also like