અખિલેશ- રાહુલની રેલીમાં જોવા મળ્યાં કાંઇક આવા પોસ્ટર

નવી દિલ્હીઃ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યાં હતા. તે જ સમયે રાજધાની દિલ્હીથી થોડે દૂર મેરઠમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત રેલીમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મોદી પર નિશાન સાધી રહ્યાં હતા. યૂપીમાં પહેલાં તબક્કાનું મતદાન 11 ફેબ્રુઆરીએ થવાનું છે અને મેરઠમાં પણ આજ દિવસે વોટિંગ થવાના છે. આજ કારણે અહીં પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. શુક્રવારે અમિતશાહની રેલી બાદ શનિવારે પ્રધાનમંત્રી મોદીની અહીં રેલી થઇ હતી.

આજે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની જોડી મતદાતાઓને રીઝવવામાં લાગેલી છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું છે મોદીજી આવે છે અને ક્રોધ ફેલાવે છે. અહીંથી એ મેસેજ જવો જોઇએ કે આ પ્રદેશમાં નફરત ન ફેલાવામાં આવે. મોદીજીને અમે કહેવા માંગીએ છીએ કે અમે યૂપીની સાથે છીએ અમે તેને તોડવા નથી માંગતા. અખિલેશ યાદવે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ SCAMની જે પરીભાષા જણાવી હતી. તેનાથી હું હેરાન થઇ ગયો છું. હેરાન એટલા માટે કે તેમાં માયાવતીનું પણ નામ હતું. આખરે માયાવતીને તેમાં કેમ શામેલ કરવામાં આવ્યા. જ્યારે બીજેપી ત્રણ વખત યુપીમાં તેમના સહયોગી રહી ચૂક્યાં છે.

આ પ્રચારમાં સપા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ પાસે ‘યુપી કો યે સાથ પસંદ હે..’ના નારા લખેલા પોસ્ટર અને બેનર હતા. સાથે એક એવું પણ બેનર હતું.  જેમાં અખિલેશ અને રાહુલને કરણ-અર્જૂનની જોડી ગણાવી અને બેનરમાં લખ્યું હતું કે, ‘કરણ અર્જુન આ ગયે, મોદી તો ગયો..’

http://sambhaavnews.com/

You might also like