નોટ બદલાવા સ્ટેટ બેંક પહોંચ્યો રાહુલ, મોદી પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: 8 નવેમ્બરની સાંજે 8 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોચાના સંબોધન દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. મોદીના આ નિર્ણયે વિરોધ પક્ષાના લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. માયાવતીથી લઇને મુલાયમ સુધી અને મમતાને લઇને કેજરીવાલ સુધી દરેક નેતા ગરીબોની દુઆ આપીને મોદીના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ મોદીની ટીકા કરવામાં પાછળ પડ્યા નથી.

રાહુલ ગાંધી આજે અચાનક પોતાની નોટ બદલાવા માટે પાર્લિયામેન્ટ સ્ટ્રીટ સ્થિત એસબીઆઇની બ્રાંચ પર પહોંચ્યા હતા. એ દરમિયાન રાહુલએ મોદીની જોરદાર ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મોદીના નિર્ણયથી ગરીબોને ખૂબ સમસ્યા થઇ રહી છે. એટલા માટે હું અહીં ઊભો છું.

You might also like