હવે વરૂણ ગાંધીને ઉતરપ્રદેશ કોંગ્રેસમાં સમાવવાની માંગ ઉઠી

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા મુદ્દે રાજનીતી હાલ ચરમ પર છે. કોંગ્રેસનાં કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ સતત માંગ કરી રહ્યા છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉતારવામાં આવે. જો કે ગુરૂવારે પ્રદેશમાં પાર્ટીનાં એક વરિષ્ઠ નેતાનાં નિવેદનનાં પગલે કોંગ્રેસ સામે અસહજ સ્થિતી ઉત્પન્ન થઇ. અંગ્રેજી અખબારનાં અનુસાર ઉત્તર પ્રદેશના કોંગ્રેસનાં મહાસચિવ ઉમેશ પંડિતે વરૂણ ગાંધીનાં વખાણ કરતા તેને કોંગ્રેસ પાર્ટીમાં સમાવવા માટેની વાત ઉચ્ચારી હતી.

લખનઉમાં પત્રકારો સાથે ચર્ચા કરતા પંડિતે કહ્યું કે એક સારો વ્યક્તિ ખોટી પાર્ટીમાં છે. તેમણે કહ્યું કે ન તો વરૂણ ગાંધી અને ન તો તેનાં પિતા સંજય ગાંધી સાંપ્રદાયીક તાકાતોમાં વિશ્વાસ ધરાવતા હતા. નેહરૂ – ગાંધીપરિવારનાં સભ્ય હોવાનાં કારણે વરૂણ યૂપીમાં કોંગ્રેસની લડાઇ લડવામાં મદદ કરી શકે છે. જ્યારે પંડિતનાં આ નિવેદન અંગે ઉત્તરપ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી અને મહાસચિવ ગુલામ નબી આઝાદને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે તેમનો અંગત વિચાર છે. આની સાથે પાર્ટીને કોઇ લેવાદેવા નથી.

2007માં છાતા વિધાનસભા વિ્તારમાંથી ચૂંટણી લડી ચુકેલા પંડિતે જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે અને ભાજપ નેતા ગાંધી નેહરૂ પરિવારનાં પ્રતિકોને હટાવવાની વાત કરે છો પરંતુ ગાંધી નેહરૂ પરિવારની સૌથી મોટી નિશાની વરૂણ ગાંધી તેમની પાસે છે. આ જ સાચો સમય છે કે તેણે કોંગ્રેસમાં પરત આવવું જોઇએ. બંન્ને ભાઇઓએ (વરૂણ – રાહુલ) મળીને દેશને બચાવવા માટે કોંગ્રેસને મજબુત બનાવવી જોઇએ.

You might also like