ભાજપ દલાલોની પાર્ટી : ભરતસિંહ

વડોદરા : ભારતીય જનતા પાર્ટી મળતીયાઓ, દલાલો અને એજન્ટોની પાર્ટી છે. ભાજપના કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાના જ ટેન્ડર મંજૂર કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ મુખ્યમંત્રી આનંદીબેને વિશ્લેષણ બેઠકમાં ટકોર કરી હતી કે, આપણાં જ કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટર બની ગયા છે.વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે મનરેગાને દસ વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ મુજબ જણાવ્યું હતું.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મનરેગા દસ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી ત્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેમાં સુધારો થાય અને આર્થિક સ્થિતિ મજબૂત બને તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જેના સારા પરિણામો મળ્યા. તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે, મનરેગાનો અમલ ગુજરાત સરકાર કરતી નથી. ગુજરાત દેશની બહાર છે.

આ પરિસ્થિતિ ગુજરાતમાં છે ત્યારે ભાજપ અગાઉ મનરેગા અને મધ્યાહન ભોજન યોજનાનો વિરોધ કરતું રહ્યું હતું. પરંતુ આજે કેન્દ્ર સરકારે તેને આવકારી છે.આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ, સિધ્ધાર્થ પટેલ, જિલ્લા પ્રમુખ નરેન્દ્ર મુખી, શૈલેષ પરમાર, કેતન રાવલ, ચંદ્રકાંત ભથ્થુ, ચિરાગ ઝવેરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં ગાંધીનગર ગૃહ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ સહિત અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પી હતી.

You might also like