કોંગ્રેસનો આરોપઃ વાડ્રાને ફસાવવા સરકારે ન્યાયાધીશને આપી લાંચ

નવી દિલ્હીઃ કોંગ્રેસે હરિયાણા સરકાર પર રોબર્ટ વાડ્રાની ગુડવાંગ લેન્ડ ડીલ કેસની તપાસ કરી રહેલા જસ્ટિસ એન ઠીંગરાને લાંચ આપી હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. પાર્ટી પ્રવક્તા આરએસ સુરજેવાલાએ કહ્યું છે. મનોહર લાલ ખટ્ટર સરકારે પોતાની મરજી પ્રમાણે રિપોર્ટ તૈયાર કરવા માટે જસ્ટિસ ઠીંગરાના ટ્રસ્ટને ફાયદો કરી આપ્યો છે. કોંગ્રેસે ઠીંગરાના રાજીનામાની માંગ કરી છે.

સુરજેવાલાએ કહ્યું છે કે જસ્ટિસ ઠીંગરાએ હરિયાણા સરકાર પાસેથી લાંચ લીધી છે. ત્યારે કોઇ વ્યક્તિ નિશપક્ષ થઇને કેવી રીતે કામ કરી શકે છે. સરાકરે તેમને ભેટ સ્વરૂપ જમીન આપી છે. તેની તપાસ કરવી જોઇએ. જસ્ટિસ ઠીંગરાએ પોતાના પદનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે.

તો આ તરફ કિરીટ સોમૈયાએ કોંગ્રેસના આરોપોના જવાબમાં રોબર્ટ વાડ્રા પર જમીન ગોટાળાનો આરોપલ લગાવ્યો છે. તેમણે ટવિટર પર લખ્યું છે કે વાડ્રાએ માત્ર 1 લાખમાં 58 કરોડની સંપત્તિ ખરીદી છે. સોમૈયાએ આ અંગે કેટલાક દસ્તાવેજો પણ ટવિટર પર મૂક્યા છે.

ઉલ્લેખનિય છે કે ઠીંગરા બીજેપી સરકાર દ્વારા મે 2014માં રચાયેલી સમીતીના અધ્યક્ષ હતા. જે વાડ્રાની સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી સહિતની અંગત ફર્મનું કમર્શિયલ લાયસન્સની તપાસ કરવા માટે રચવામાં આવ્યું હતું. ઠીંગરા આ ટ્રસ્ટના ચેરમેન છે.

You might also like