તેલંગાણામાં કોંગ્રેસ ગઠબંધનમાં સફળ, ટીડીપી, સીપીઆઇ, બસપા, ટીજેએસ વચ્ચે થશે જોડાણ

તેલંગાણામાં વિધાનસભા ભંગ કરી મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે વિપક્ષને ચોંકાવાનો પ્રયત્ન સફળ થતો જોવા નથી મળતો. કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા ગઠબંધનને ભલે રાષ્ટ્રીય સ્તર પર સફળતા મળતી ન જોવા મળે પરંતુ તેલંગાણામાં એક અઠવાડીયાની અંદર કોંગ્રેસે તેલગૂ દેશમા પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને તેલંગાણા જન સમિતિ સાથે ગઠબંધન કરવાની તૈયારી કરી લીધી છે.

વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓના જણાવ્યાં અનુસાર પ્રાથમિક સહમતિ પછી હવે બેઠકોને લઇને ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ ગઠબંધન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમય કરતાં પહેલા વિધાનસભા ભંગ કરી મુખ્યમંત્રી કેસીઆર દ્વારા વિપક્ષને ચૂંટણીની તૈયારી કરવાનો સમય આપ્યો નહોતો.

જો કે ત્યાર બાદ એક થવાની મજબૂરીએ વિપક્ષી દળો બે-ત્રણ બેઠકમાં જ ગઠબંધનન માટે રાજી થઇ ગયા છે. કોંગ્રેસ તરફથી રાજ્યના પ્રભારી ચંદ્ર ખુંટિયા, પ્રદેશ અધ્યક્ષ ભરત રેડ્ડી અને વિધાનમંડળદળના નેતા કે. જના રેડ્ડી વિધાનસભાની સીટોને લઇને મહત્વપૂર્ણ બેઠકમાં ટીડીપીના તેલંગાણા પ્રદેશ અધ્યક્ષ એલ. રમણ, સીપીઆઇ કે નારાયણન અને તેલંગાણા જન સમિતિના અધ્યક્ષ પ્રોફેસર એમ. કોંડડરમ બેઠકમાં સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભામાં ટીઆરએસને રાજ્યમાં 119માંથી 63 બેઠક મળી હતી. કોંગ્રેસને 21, ટીડીપીને 15, એઆઇએમઆઇએમને 7 અને ભાજપને 5, વાયએસઆર કોંગ્રેસને 3, બસપાને 2 અને સીપીઆઇ,માકપા અને અપક્ષને એક-એક બેઠક મળી હતી.

You might also like