કોંગ્રેસ ભાજપને ભારે પડશેના નિવેદનથી બોર્ડ બેઠકમાં હંગામો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પારેશનની બોર્ડ બેઠકમાં ભાજપના નેતાએ કોંગ્રેસે પ્રજાનો આભાર માનવો જોઈએ કે તેમના વિરોધમાં વાતાવરણ હોવા છતાં તેમના ૪૯ સભ્યને વિજેતા બનાવ્યા એમ કહેતા ચાંદખેડાના મહિલા કાઉન્સિલરે તેના જવાબમાં કોંગ્રેસના ૪૯ સભ્ય ભાજપના ૧૪૨ સભ્યને ભારે પડશે. તેમ પંજાબી કહેવત સાથે જણાવતા ભારે હંગામો થતા બોર્ડ બેઠક મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

આજે મળેલી બોર્ડ બેઠકમાં ભાજપના સભ્ય જતીન પટેલ ભાજપના શાસનમાં થયેલા વિકાસ કામો અંગે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સભ્યોએ અમે માત્ર પ્રશંસાની વાતો સાંભળવા આવ્યા નથી. તેમ કહેતા ભાજપે તમે અગાઉ જે અમને સવાલો કર્યા હતા તેનો અમે જવાબ આપીએ છીએ. તેમ કહી ૨૦૦૦ થી ૨૦૦૫ દરમિયાન તમારા શાસનમાં પ્રજાને એએમટીએસ જેવી સુવિધા પણ મળતી ન હતી.

તેવી રજૂઆતમાં અમિત શાહ અને ભાજપના અન્ય સભ્યોએ સૂર પુરાવતા વિવાદ થયો હતો. તો કોંગ્રેસે પણ આજે પણ એએમટીએસ ૩૦૦ કરોડની ખોટમાં ચાલે છે. તેવી રજૂઆત કરી હતી. ભાજપના સભ્યોએ ભાજપના શાસનમાં અમદાવાદ સહિત ગુજરાતમાં વિકાસ થયો હોવાથી મતદારોએ સતત ત્રીજી વખત ભાજપને વિજેતા બનાવ્યો છે. તેવા નિવેદનથી ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે વિવાદ થયો હતો.

દરમિયાન ભાજપના નેતા બિપીન સિકકાએ કોંગ્રેસના સભ્યોએ મતદારોનો આભાર માનવો જોઈએ કે તેમના વિરોધી વાતાવરણમાં પણ પ્રજાએ તેમના ૪૯ સભ્યોને વિજેતા બનાવ્યા. તેમના આ નિવેદન અંગે ચાંદખેડાના મહિલા કાઉન્સિલર રાજશ્રીબહેન કેસરીએ પંજાબી કહેવત ચિડિયા નાલજે બાજ લડાયા, તો ગુરૂ ગોવિંદસીંગ નામ કહેલાવા મુજબ વળતો જવાબ આપી અમે કોંગ્રસની ૪૯ ચિડિયા ૧૪૨ બાજને ભારે પડીશુ.

તેમ જણાવતા ભાજપના મહિલા સભ્યોએ કોંગ્રેસના આ મહિલા સભ્ય સામે ધસી જઈ તેમનો ઘેરાવ કરતા ભારે હંગામો મચી ગયો હતો. આ દરમિયાન પણ ભાજપના સભ્યએ તેમની ભાજપની વિકાસગાથા ચાલુ રાખી હતી. ત્યારે કોંગ્રેસના સભ્યોએ તેમને પ્રજાલક્ષી સુવિધાની વાત કરો, માત્ર પ્રશંસા કરી સમય બરબાદ ન કરો તેમ જણાવતા ભારે ગરમાગરમી થઈ હતી. આખરે બોર્ડના અધ્યક્ષ મેયર ગૌતમ શાહે બોર્ડ બેઠક મુલત્વી રાખવા જાહેરાત કરવાની ફરજ પડી હતી.

You might also like