કર્ણાટક: ત્રણ ધારાસભ્યો ગૂમ થઇ જતાં કોંગ્રેસ કેમ્પમાં વધી ચિંતા

કર્ણાટકમાં ભાજપના યેદિયુપ્પાના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા બાદ કોંગ્રેસ અને જેડીએસમં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એક મળતા અહેવાલ મુજબ ત્રણ ધારાસભ્યો હજુ સુધી તેમના સંપર્કથી બહાર છે. કર્ણાટકમાં ભાજપની સરકાર બનતાની સાથે જ ઇગલટન રિસોર્ટની બહારથી સુરક્ષા દળ હટાવી લેવામાં આવ્યું.

આ રિસોર્ટમાં જ કોંગ્રેસ-જેડીએસના વધારે ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહ, પ્રતાપગૌડા પાટિલ અને નાગેન્દ્ર ઇગલટન રિસોર્ટ પહોંચ્યા નહીં પરંતુ તેઓ કોંગ્રેસ અને જેડીએસના નેતાઓના સંપર્કમાં પણ નથી.

જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારના ઇડીના માધ્યમથી આનંદ સિંહ પર ભાજપને સમર્થન આપવા પર દબાવ કરવામાં આવ્યો છે. આ કારણે બંને પક્ષ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણીની રાહ જોઇ રહ્યાં છે.

જો આ સુનાવણી કોંગ્રેસ-જેડીએસને કોર્ટમાં રાહત નળી મળે તો પોતાના ધારાસભ્યોને કર્ણાટકની બહાર મોકલી શકે છે જેના કારણે ભાજપના સંપર્કમાં ન આવી શકે. એક અહેવાલ મુજબ આ ધારાસભ્યોને કેરળ અથવા કોંગ્રેસ શાસિત સરકાર પંજાબનો સમાવેશ છે.

You might also like