સરકારની પરેશ ધાનાણીને અપીલ છે કે કોંગ્રેસ અનામત મુદ્દે સ્ટેન્ડ ક્લિયર કરેઃ કૌશિક પટેલ

હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ મામલે મહેસુલ મંત્રી કૌશીક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદન આપતા જણાવ્યું કે, હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે 13મો દિવસ છે. સરકાર અને ભાજપ પક્ષ શરૂઆતથી જ ચિંતામાં છે. સામાજિક આગેવાનોએ પણ સરકાર સાથે ચર્ચા કરી હતી. હાર્દિકની તબિયતને ધ્યાને રાખીને ICU યુનિટની વ્યવસ્થા કરવા સુચના અપાઈ છે. હાર્દિકે સામાજિક આગેવાનોની વાત ધ્યાને લીધી નથી. પાસ કે હાર્દિકે સરકાર પાસે વાત કરવા માટે સમય માંગ્યો નથી.

પાટીદાર અગ્રણીઓ સાથે અનામત મુદ્દે વાત થઈ છે. રાજ્ય સરકારે ખેડૂતોનાં હિત માટે નિર્ણયો લીધાં છે. અગ્રણીઓની મધ્યસ્થી માટે સરકારે પહેલ કરી છે. સરકાર હંમેશા ખેડૂત હિતમાં જ છે. સરકાર ખેડૂતોને વ્યાજ વગર લોન આપે છે. CMએ કેબિનેટ મોડી યોજીને પણ કોંગ્રેસનાં સભ્યો સાથે ચર્ચા કરી છે. ગુજરાત દેશમાં વિકાસ અગ્રિકલચરમાં 11 ટકા GDP સાથે વિકાસ કરી રહ્યું છે. ખેડૂત સમૃદ્ધ બને વ્યાજબી ભાવ મળે તે માટે અનેક પ્રયત્નો સરકારે કર્યા છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે સહાનુભૂતિ પૂર્વક પ્રશ્નોનો અંત આવે. સરકારની પરેશ ધાનાણીને અપીલ છે કે કોંગ્રેસ અનામત મુદ્દે સ્ટેન્ડ ક્લીયર કરે. પરેશ ધાનાણી હાર્દિકને સમજાવે. સરકાર હંમેશાથી તમામ વર્ગોનાં પ્રશ્નો માટે ચિંતિત છે. કોંગ્રેસે અનામત સિવાયનાં મુદ્દાઓની CM સાથે વાત કરી છે. નરેશ પટેલની મધ્યસ્થીની વાત અમારા સુધી આવી નથી. જો નરેશ પટેલની મધ્યસ્થી કરે તો અમને સ્વીકાર્ય છે.

You might also like