વિધાનસભાના ઉમેદવારોની યાદીને લઇને કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટિની બેઠક

આજે કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળવા જઇ રહી છે, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ઉમેદવારાનો નામો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને ઉમેદવારોના નામની યાદી બનાવી હાઇકમાન્ડને મોકલવામાં આવશે. જો કે ઉમેદવારોના નામ પર આખરી મહોર કોંગ્રેસ હાઇકમાન્ડ લગાવશે. ઉલ્લેખનીય છે કે વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઇને કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાત લઇ રહ્યાં છે. રાહુલ ગાંધી ફરી 1લી નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ અગાઉ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો જેમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો જેના કારણે કોંગ્રેસમાં નવો ઉત્સાહ જાગ્યો છે.

You might also like