અમેરિકાની કોંગ્રેસે ઓબામાના નિર્ણયો કર્યા રદ

વોશિંગ્ટન: રિપબ્લિકન બહુમતી વાળી અમેરિકી કોંગ્રેસએ પર્યાવરણ અને હથિયારો પર ઓબામા શાસન દરમિયાનના નિર્ણયોને રદ કરી દીધા છે.

સીનેટએ કાલે એક પ્રસ્તાવને છેલ્લી મંજૂરી આપી દીધી છે, જેને કોલસા ખઆણ કચરાની પાસેના જળસ્ત્રોતોમાં ફેંકવા માટે રોકવાના નિયમને નિરસ્ત કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ પ્રતિનિધિ સભાને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહેલા કેટલાક સામાજિક સુરક્ષા પ્રાપ્ત લોકો દ્વારા બંદૂકની ખરીદી પર એમની પૃષ્ઠભૂમિ તપાસમાં વિસ્તારની જોગવાઇને હટાવવાને જોડાયેલા એક અલગ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. સીનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને જલસ્ત્રોત સંરક્ષણ નિયમ રદ કરવા માટે 45ની સરખામણીમાં 54 મત મળ્યા છે. રાષ્ટ્રપતિએ એની પર સહી કરે એવી શક્યતા છે. બંદૂક સંબંધી પ્રસ્તાવ માટે સીનેટની કાર્યવાહીની રાહ જોવાય છે.

રિપ્બલિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક સભ્યોનું કહેવું છે કે કોયલા ખાણ નિયમથી કોયલા સંબંધી હજારો નોકરીઓ ખતમ થઇ શકે છે અને આ પહેલાથી ચાલતાં આવેલા કેટાલાક ફેડરલ, રાજ્ય અને સ્થાનીય નિયમોને નજરઅંદાજ કરે છે. અમેરિકાના ગૃહ વિભાગ ઓબામાં પ્રશાસનએ ડિસેમ્બરમાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે કોલસાની ખાણના કચરની પાસેના જળસ્ત્રોતમાં ફેંકવા પર રોક લગાવીને 6000 મીલ જળસ્ત્રોત અને 52000 એકડ વનક્ષેત્રનું સંરક્ષણ થશે.

You might also like