કોંગ્રેસે ફોટા જાહેર કરી રહ્યું, ‘રાહુલ ગાંધી હિંદુ જ નહીં, બલ્કે જનોઈધારી પણ છે’

ગુજરાત વિધાનસભા ચૂંટણી વચ્ચે બુધવારે સોમનાથ મંદિરમાં દર્શન દરમ્યાન એન્ટ્રી રજિસ્ટરમાં રાહુલ ગાંધીનું નામ બિન હિંદુ નામના રજીસ્ટરમાં દાખલ થતાં ઘમાસાણ થઈ ગયું છે. આ મામલે ભાજપે પ્રહાર કરતાં કોંગ્રેસે સ્પષ્ટતા આપી છે.

આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કોંગ્રેસ તરફથી તસવીર જાહેર કરી લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી માત્ર હિંદુ જ નહીં જનોઈધારી પણ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ વિધાનસભા ચૂંટણીમાં જાતિવાદનો મુદ્દો હવે જનોઈ સુધી પણ પહોંચી ગયો છે.

સોમનાથ યાત્રા પર નીકળેલ કોંગ્રેસને અંદાજ પણ નથી કે ચૂંટણી વખતે તે એવા વિવાદમાં ફસાઈ જશે કે રાહુલ ગાંધીને હિંદુ સાબિત કરવા પડશે. રાહુલનું નામ બિન હિંદુ રજિસ્ટરમાં દાખલ થયા બાદથી આ વિવાદ શરૂ થઈ ગયો છે.

કોંગ્રેસે આ મામલે ફોટા જાહેર કર્યાં છે, જેમાં રાહુલ ગાંધીને જનોઈ અપાઈ છે તેવું જોવા મળી રહ્યું છે. ફોટામાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી રાહુલ ગાંધીની
જનોઈની વિધી કરતા જોવા મળી રહ્યા છે.

You might also like