કોંગ્રેસની બેટી બચાવો યાત્રામાં અર્જુન મોઢવાડીયાને બચાવવા પડ્યા

અમદાવાદ : નલિયામાં બેટી બચાવો યાત્રા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિરોધપક્ષના નેતા અર્જૂન મોઢવાડિયા લોકોનો રોષનો ભોગ બન્યા હતાં. ભીડે મોઢવાડિયાને ઘેરી લીધા હતાં અને ધક્કે ચઢાવ્યાં હતા. રોષે ભરાયેલી મહીલાઓએ મોઢવાડિયા સાથે ઝપાઝપી કરી હતી. ત્યારે મોઢવાડિયાએ ભાજપની મહિલા કાર્યકર્તાઓએ આ પ્રકારની દાદાગીરી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

આ દરમિયાન તેમના ચશ્મા પણ તૂટી ગયા હતાં અને ભારે ઉહાપોહ થયો હતો. ઉગ્ર વિરોધને જોતા અને વાત વણસે નહીં તેને પગલે પોલીસે સાવધાની પણ રાખી હતી અને મામલો શાંત પાળવાની કોશીસ કરી હતી. અને મોઢવાડિયાને રેલી અને ભીડમાંથી સુરક્ષીત લઇ જવાયા હતાં. મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસની રેલીને અટકાવવા માટે ભાજપે તેમની મહિલા કાર્યકરોનો દૂરઉપયોગ કર્યો છે.

બીજીબાજુ, કચ્છના નલિયામાં કોંગ્રેસે બેટી બચાવોની યાત્રાનું આયોજન કર્યુ હતું.. જેનો અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ વિરોધમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ણની સ્થિતી જોવા મળી હતી. તો કોંગ્રસની બેટી બચાવો યાત્રાનો વિરોધ થતાં શક્તિસિંહ ગોહીલે નિવેદન આપતા કહ્યું કે ભાજપ બળાત્કારી નેતાઓને બચાવવા માગે છે, અને આ વિરોધ ભાજપ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે, તેમ જણાવ્યુ હતું.

આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ સમગ્ર રાજયમાં અરાજકતા ફેલાવી રહી છે. કોંગ્રેસનો મનસુબો ભાજપ સફળ નહી થવા દે, અને સતા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે. કચ્છની અસ્મિતા જોખવવા માટે રેલીનું આયોજન કરાયું છે.

You might also like