વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

728_90

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો વેલમાં ધસી આવ્યાં હતાં. વેલમાં બેસીને કોંગ્રેસનાં સભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. વેલમાં બેઠેલા સભ્યોને બહાર લઈ જવા માટે અધ્યક્ષે આદેશ કર્યો હતો.

કેટલાંક સભ્યોને ટીંગાટોળી કરીને બહાર લઈ જવાયાં હતાં. ખેડૂતોનાં દેવાં માફી અને બેરોજગારીને લઈ સૂત્રોચ્ચાર કરાયા હતાં. કોંગ્રેસનાં તમામ સભ્યો ગૃહની બહાર નીકળી ગયાં હતાં. પરેશ ધાનાણી, શૈલેષ પરમાર અને અલ્પેશ ઠાકોર સહિતનાં સિનિયરોએ વોકઆઉટ કર્યુ હતું.

મહત્વનું છે ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં હોબાળા બાદ અવિશ્વાસ દરખાસ્તને લઈ Dy.CM નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે,”વિધાનસભાનાં નિયમ અનુસાર 3 દિવસ પછી 7 દિવસ દરમ્યાન ચર્ચા કરી શકાય. કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ હતી. આજે સરકાર તરફથી 6 બિલ રજૂ કરવાનાં હતાં. આજે વિધાનસભા પૂર્ણ થાય છે. કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરવા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ખેડૂતોને કોંગ્રેસમાં કોઈ જ વિશ્વાસ નથી.

ગઈ કાલે કોંગ્રેસની રેલીમાં કોઈ ખેડૂતો જોડાયાં પણ ન હતાં. પ્રજાએ કોંગ્રેસની રેલીને કોઈ જ સમર્થન ન આપ્યું. કોંગ્રેસનાં સભ્યો વેલમાં આવી ગયાં. વિધાનસભાનું કામકાજ ખોરવવાનો પ્રયાસ કર્યો છે. અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ હતી એટલે ન ચાલી.

કોંગ્રેસની વધુ એક હરકત નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસનાં સભ્યો દ્વિધામાં મુકાઈ ગયાં છે. સંસદીય પ્રણાલીની અજ્ઞાનતા કોંગ્રેસે પ્રદર્શિત કરી છે. કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી એટલે અમે વ્હિપ આપ્યું એવું નથી. અધ્યક્ષ નક્કી કરે તે પ્રમાણે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થઈ શકે.

You might also like
728_90