આજે નવી દિલ્હી ખાતે રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાશે કોંગ્રેસનું મહા અધિવેશન

આજે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસનું મહા અધિવેશન મળશે. આ મહાઅધિવેશનમાં મુખ્ય 4 પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. મહા અધિવેશનમાં રાજનિતિકપ્રસ્તાવ, વિદેશનીતિ પ્રસ્તાવ, અર્થ વ્યવસ્થા પ્રસ્તાવ તથા ખેતીવાડી અને રોજગાર અને ગરીબી નાબૂદી પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.

કોંગ્રેસનાં આજથી શરૂ થનારા મહા અધિવેશનમાં આગમી 5 વર્ષની કોંગ્રેસની દિશા, વિચાર અને જરૂરી માર્ગ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ કોન્સ્ટીટયુશનલ ભવનમાં કોંગ્રેસની વિશેષ સબજેક્ટ કમિટીની બેઠક સંપન્ન થઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષની સ્ટીયરિંગ કમિટીનાં સભ્યો અને સંસદીય દળનાં તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં 4 પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યાં હતાં.

You might also like