સુરતમાં કોંગ્રેસનો વિરોધ બુમરેંગ સાબિત થયો : લોકોમાં વિરોધ પ્રદર્શન વિરુદ્ધ રોષ

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના નિર્ણય લેવાયો તેની વિરુદ્ધ કોંગ્રેસ વિરોધ પ્રદર્શ કરી રહ્યું છે. જેના હેઠળ સુરતમાં તેણે શાકભાજી ફેંકી અને દુધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટર કચેરીના રોડ પર શાકભાજી ફેંકી અને દુધ ઢોળીને વિરોધ કર્યો હતો. જો કે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનની સોશ્યલ મીડિયા પર આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. આટલી સામગ્રી ફેંકી દેવા કરતા કોઇ જરૂરિયાતમંદને આપીને પણ વિરોધ કરી શકાયો તો તે પ્રકારની વાત વહેતી થઇ હતી.

જો કે બીજી તરફ આ વિરોધ બાદ કલેક્ટર કચેરીની આસપાસનો લોડ લપસણો બની ગયો હતો. જેના કારણે ત્યાંથી પસાર થનારા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક લોકો રસ્તા પર લપસી પડ્યા હતા. તો કેટલાક પડતા પડતા બચ્યા હતા. જેમાં કેટલીક મહિલાઓ પોતાના બાળકો સાથે લપસી પડી હતી.

સુરત જિલ્લા સેવા સદન બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ કેટલીક શાકભાજી કલેક્ટર કચેરીની અંદર ફેંકી હતી જેના કારણે પોલીસ રોષે ભરાઇ હતી. કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી. તો બીજી તરફ વિરોધના પગલે અઠવાલાઇન્સનાં રોડ પર વિરોધનાં કારણે સમગ્ર રોડ બ્લોક થઇ ગયો હતો. રોડ ખુલ્યા બાદ લોકો લપસી પડ્યા હતા અને તેમને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

You might also like