કોંગ્રેસે કર્યો મહિલા આરક્ષણ, ખેડૂતોને મફત વીજળી અને સાયકલ આપવાનો વાયદો

લખનઉ: યૂપીમાં ફરીથી સત્તા પર આવવાનું સપનું જોઇ રહેલી કોંગ્રેસએ પોતાનું જાહેરાત પત્ર રજૂ કર્યું છે. નક્કી થયેલા કાર્યક્રમ અનુસાર 8 ફેબ્રુઆરીએ કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજબબ્બરની સાથે વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની હાજરીમાં જાહેરાત પત્ર રજૂ થયું હતું. આ ઉપરાંત શિલા દિક્ષિત, સલમાન ખપર્શીદ, રાજીવ શુક્લા અને પ્રમોદ તિવારી જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતા કોંગ્રેસ મુખ્યાલયમાં ચાલી રહેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે કોંગ્રેસ આ ચૂંટણી સપાની સાથે મળીને લડી રહી છે. સપા પોતાનું જાહેરાત પત્ર પહેલા જ રજૂ કરી ચૂક્યું છે.

જાહેરાત પત્ર રજૂ કરવાના કાર્યક્રમમાં યૂપી પ્રભારી ગુલામ નબી આઝાદે જાહેરાત પત્રમાં સમાવેલી કેટલીક વાતો શેર કરી.

– મહિલાઓ માટે 50 હજારથી લઇને એક લાખ સુધી લગ્ન સમયે આપવામાં આવશે.
– સરકાર બનવા પર મહિલાઓને પંચાયતીમાં 50% આરક્ષણ
– ખેડૂતોનું વીજળી બિલ અડધું કરવામાં આવશે.
– 9 થી 12 ધોરણ સુધી બાળકોને મફત સાયકલ આપવામાં આવશે.
– ખાંડની મિલોને સારી કરવા માટે કામ કરાશે.
– ફૂડ સિક્યોરિટી પર કરશે.
– રાજ્યોને સાંપ્રદાયિક અને ભાગ પડાવનારી તાકાતોથી રક્ષા કરીશું.

આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરએ કહ્યું કે ઘોષણાપત્રમાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિબદ્ધતા છે. ખેડૂત યાત્રા દરમિયાન સમસ્યાઓને રાહુલે જાણી, એ સમસ્યાને લઇને જાહેરાત પત્ર બનાવવામાં આવ્યું. કોંગ્રેસના જાહેરાત પત્રમાં દરેક લોકોનું ઘ્યાન રાખવામાં આવ્યું.

You might also like