વડોદરા, સુરત સહિત રાજકોટમાં ભારત બંધને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ

વડોદરાઃ ભારત બંધને સફળ બનાવવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારત બંધને લઈને કોંગ્રેસે પત્રકારોને સંબોધન કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસનાં ઉપપ્રમુખ મૌલીન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગત મનમોહનસિંઘ કોંગ્રેસની સરકારમાં ક્રૂડ ઓઈલનાં ભાવ હાલનાં ભાવ કરતા ઓછાં હતાં તેમ છતાં આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવ મોંઘા થયાં છે. ત્યારે હાલનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2014ની ચૂંટણી પહેલાનાં પ્રચારનાં પ્રવચનો દરમ્યાન કોંગ્રેસની અણ આવડતો વિશે વાત કરતા હતાં.

સુરત શહેર કોંગ્રેસ સમિતિ પત્રકાર પરિષદઃ
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત થઇ રહેલા વધારાને લઈને કોંગ્રેસે આવતી કાલે બંધનું એલાન જાહેર કરાયું છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસે પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું અને બંધનાં એલાનને આવકાર્યું હતું. આ ઉપરાંત કેટલાંક સંગઠનોએ તેમને સહકાર આપ્યો હોવાંની પણ વાત શહેર કોંગ્રેસ પ્રમુખે કરી હતી. કોંગ્રેસે શહેરીજનોને અહિંસક માર્ગે બંધનાં એલાનને સહકાર આપવાની પણ વિનંતી કરી છે.

આ વાતોને આજે કોંગ્રેસ અને પ્રજા શું સમજે તે પણ એક પ્રશ્ન છે. શૈક્ષણિક સંસ્થાઓ સહિત વેપારીઓ, મહાજનો દરેકની માટે બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ છે. આ બંધ આવતી કાલે સવારથી સાંજ દરમ્યાન પાળવામાં આવશે. જો કે આ બંધની અસર સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલો ઉપર નહીં જોવા મળે.

રાજકોટઃ
પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવને લઇને આવતી કાલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે રાજકોટ ખાતે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી સુશીલકુમાર શિંદેએ પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં સુશિલકુમાર શિંદેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશમાં પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસનાં ભાવ આસમાને પહોંચી રહ્યાં છે.

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે ક્રુડ ઓઇલનાં ભાવ 107 પ્રતિ ડોલર હતું તેમ છતાં પેટ્રોલ 71 રૂપિયા પેટ્રોલ અને 55 રૂપિયા ડીઝલ વેચવામાં આવતું હતું. જ્યારે આજની તારીખે ભાજપ સરકારનાં સમયે ક્રુડ ઓઇલનો પ્રતિ બેરલ 71 રૂપિયા હોવા છતાં પેટ્રોલ 80 રૂપિયા અને ડીઝલ 75 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે.

4 વર્ષનાં સમયગાળા દરમ્યાન કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સ ઝીંકી 11 લાખ કરોડની આવક કરીને દેશની સામાન્ય પ્રજા પર બોઝો નાખ્યો છે. મહત્વનું છે કે આવતી કાલનું બંધનું એલાન એ સરકાર માટે એક સંકેત છે પરંતુ જો સરકાર નહીં સમજે તો આનો જવાબ જનતા આગામી ચૂંટણીમાં આપશે.

You might also like