સોનિયા ગાંધી હોસ્પિટલમાં, થયું ફૂડ પોઇઝનિંગ

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને ફૂડ પોઇઝનિંગની ફરિયાદ બાદ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ રવીવારે સાંજે હોસ્પિટલમાં દાખલ થયા છે. ડોક્ટર પ્રમાણે હાલ તેમની પરિસ્થિતીમાં સુધારો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ નિવેદન પ્રમાણે જલ્દી તેમને રજા આપવામાં આવશે. જ્યારે મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઉલ્લેખનિય છે કે છેલ્લાં થોડા સમયથી સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત રહે છે. તેઓ આ જ કારણે રાજનીતિમાં પણ એટલા સક્રિય નથી રહ્યાં. યૂપી ચૂંટણી વખતે પણ તેઓ ક્યાં પણ પ્રચારમાં જોડાયા ન હતા. થોડા સમય પહેલાં તેઓ તબિબ સારવાર માટે વિદેશ પણ ગયા હતા. ત્યારે ફરી એક વખત તેમની તબિયત ખરાબ થઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like