PM મોદીએ ખુદને બચાવવા CBI ડાયરેક્ટરને પદેથી હટાવ્યાં: રાહુલ ગાંધી

ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારનાં રોજ એક વાર ફરીથી ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે સીબીઆઇ મામલા પર બોલતા કહ્યું કે, સરકારે રાતોરાત સીબીઆઇ ડાયરેક્ટરને હટાવી દીધાં. સરકારે આવું કરીને ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયાનું અપમાન કર્યું છે.

તેઓએ કહ્યું કે, સરકારે આવું એટલાં માટે કહ્યું કે, કેમ કે સીબીઆઇનાં ડાયરેક્ટર રાફેલ મામલામાં તપાસ કરવાનાં હતાં. બધાં જ જાણે છે કે રાફેલ મામલામાં સરકારે ઘણાં મોટા ગોટાળાં કર્યાં છે. પીએમ મોદીએ રાફેલ મામલામાં અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે. પીએમ મોદીએ 30 હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીનાં ખિસ્સામાં નાખ્યાં છે.

રાહુલે કહ્યું કે, સીબીઆઇનાં રૂમને રાત્રિનાં બે કલાકે સીલ કરી દેવામાં આવ્યાં. આવું કરીને રાફેલ મામલામાં થનારી તપાસને દબાવવાની કોશિશ કરવામાં આવી રહેલ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની સાથે જેટલાં પણ લોકો કામ કરી રહ્યાં છે. તેઓ દરેક લોકો તેને બચાવવા ઇચ્છે છે. એટલું જ નહીં પરંતુ તેઓએ કહ્યું કે, થોડીક રાહ જુઓ કે સરકાર શું કરી રહી છે તે બધું જ સામે આવવાનું છે.

તેઓએ જણાવ્યું કે, સીબીઆઇને હટાવવાનું કામ અથવા નિયુક્ત કરવાનું કામ ત્રણ લોકોની કમિટી કરે છે. જેમાં દેશનાં પીએમ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા અને નેતા પ્રતિપક્ષ શામેલ થાય છે. પરંતુ પીએમ મોદીએ એકલાએ પોતે જાતે જ તેઓને રાત્રિનાં બે કલાકે હટાવી દીધાં કે જે ગેરકાયદેસર છે. આવું કરીને પીએમ મોદીએ સંવિધાનનો ભંગ કર્યો છે. આ સાથે જ આવું કરીને તેઓએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા, નેતા પ્રતિપક્ષ અને દેશનાં લોકોનું અપમાન કર્યું છે.

You might also like